અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તેમનામાં કોરોના વાયરસના (Corona Virus) કોઈ લક્ષણો નથી. હેરિસ સંક્રમિત મળ્યા બાદ પોતાને અલગ કરી લીધા છે. જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તે ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનેથી કામ કરવાનું ચાલુ રાખશે. વ્હાઇટ હાઉસે મંગળવારે કહ્યું કે હેરિસ રેપિડ અને આરટીપીસીઆર બંને ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. જો કે તેઓમાં ચેપના કોઈ લક્ષણો દેખાતા નથી. કોવિડ-19ના સંપર્કમાં આવ્યા બાદ હેરિસે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તે તેના ઘરેથી કામ કરશે.
હેરિસે ઉપરાષ્ટ્રપતિ બનવાના થોડા અઠવાડિયા પહેલા આધુનિક કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે 2021 માં, શપથ લીધાના થોડા દિવસો પછી, બીજો ડોઝ આપવામાં આવ્યો. તેને ઓક્ટોબરના અંતમાં બૂસ્ટર શોટ આપવામાં આવ્યો હતો અને 1 એપ્રિલે બીજો બૂસ્ટર શોટ આપવામાં આવ્યો હતો. જે લોકો સંપૂર્ણ રસી મેળવે છે અને બૂસ્ટર ડોઝ મેળવે છે તેઓમાં કોરોના સામે લડવાની ક્ષમતા વધુ હોય છે. આટલું જ નહીં, તેઓ હાઈલી ટ્રાન્સમિસિબલ ઓમિક્રોન વેરિઅન્ટથી પણ સુરક્ષિત છે.
US Vice President Kamala Harris has tested positive for COVID-19. She has exhibited no symptoms and will isolate herself and will continue to work from the Vice President’s residence: Office of the Vice President
(File Pic) pic.twitter.com/YeMC6TEtqH
— ANI (@ANI) April 26, 2022
આ પણ વાંચો : Air-One Vertiport: ઈંગ્લેન્ડમાં ખુલ્યું વિશ્વનું પ્રથમ ‘વર્ટિપોર્ટ’, જાણો અન્ય એરપોર્ટથી આટલું અલગ કેમ છે?
આ પણ વાંચો : Blast In Pakistan : પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ, 4 ચીની નાગરિકોના મોત, ત્રણ ઘાયલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 11:39 pm, Tue, 26 April 22