પોતાના જ જુઠ્ઠાણામાં ફસાયું પાકિસ્તાન, હવે અમેરિકાએ F-16 વિમાનના દુરુપયોગ પર માંગ્યો જવાબ, કરારનો ભંગ કરવાનો આરોપ

|

Mar 02, 2019 | 8:46 AM

અમેરિકાએ આપેલા એફ-16 લડાકૂ વિમાનનો ભારત પર હુમલો કરવામાં ઉપયોગ કરવો પાકિસ્તાનને મોંઘો પડી શકે છે. TV9 Gujarati   Web Stories View more તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે સાંજના સમય […]

પોતાના જ જુઠ્ઠાણામાં ફસાયું પાકિસ્તાન, હવે અમેરિકાએ F-16 વિમાનના દુરુપયોગ પર માંગ્યો જવાબ, કરારનો ભંગ કરવાનો આરોપ
Image processed by CodeCarvings Piczard ### FREE Community Edition ### on 2017-02-12 19:41:21Z | | ÿååçÿ÷ôøÿììïÿÙ>å¸Î

Follow us on

અમેરિકાએ આપેલા એફ-16 લડાકૂ વિમાનનો ભારત પર હુમલો કરવામાં ઉપયોગ કરવો પાકિસ્તાનને મોંઘો પડી શકે છે.

TV9 Gujarati

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અમેરિકાએ 27 ફેબ્રુઆરીએ એલઓસી ક્રૉસ કરી ભારતના કાશ્મીરમાં એફ-16 વિમાન વડે હુમલો કરવાનો પ્રયત્ન કરવા અંગે પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો છે.

અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેંટે જણાવ્યું કે ભારત વિરુદ્ધ આ વિમાનના ઉપયોગ પર અમેરિકાએ એન્ડ યૂઝર એગ્રિમેંટ ભંગ કરવાના આરોપસર પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો છે.

નોંધનીય છે કે પાકિસ્તાની ઍરફોર્સને ભારતની 26 ફેબ્રુઆરીએ પીઓકેમાં ઘુસી કરાયેલી ઍર સ્ટ્રાઇક બાદ 27 ફેબ્રુઆરીએ ભારતમાં વાયુસીમાનો ભંગ કર્યો હતો અને લડાકૂ વિમાનો સાથે ઘુસણખોરી કરી હતી. આ લડાકૂ વિમાનોમાં એફ 16 વિમાન પણ હતું કે જે પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદ્યું છે.

જોકે ભારતના લડાયક બહાદુર ઍરફોર્સ વિંગ કમાંડર અભિનંદન વર્તમાને દાયકાઓ જૂના ભારતીય મિગ વિમાન વડે પાકિસ્તાનના અમેરિકાથી આયાતિત આધુનિક એફ-16 વિમાનના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતાં. જગહસાઈથી બચવા માટે પાકિસ્તાની આર્મીએ પહેલા તો આ ખોટું નિવેદન આપ્યું કે પાકિસ્તાનનું કોઈ વિમાન તોડી પડાયુ નથી, પરંતુ પીઓકેમાં મળેલા એફ-16ના કાટમાળે પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી અને એ સાબિત થઈ ગયુ હતું કે અભિનંદને તોડી પાડેલું પાકિસ્તાની વિમાન એફ-16 જ હતું.

હવે અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેંટના એક વરિષ્ઠ પ્રવક્તાએ કહ્યું, ‘અમને પાકિસ્તાન તતથા ભારત વચ્ચે થયેલા આ ઘટનાક્રમની માહિતી છે. અમે પાકિસ્તાની દાવાઓની તપાસ કરી રહ્યા છીએ. અમને પાકિસ્તાન દ્વારા સમજૂતીના ભંગની માહિતી મળી છે. ગોપનીયતાની શર્તોના કારણે અમે આ મુદ્દે વધુ ચર્ચા કરી શકીએ, તેમ નથી.’

[yop_poll id=1923]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article