Quad Summit 2022 : કવાડમાં અમેરિકાએ ઉઠાવ્યો યુક્રેન-રશિયાનો મુદ્દો, બાઈડને કહ્યું- પુતિન એક સંસ્કૃતિને નષ્ટ કરી રહ્યા છે

|

May 24, 2022 | 9:24 AM

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, મોદી લોકશાહી બચાવવા માટે કામ કરી રહ્યાં છે.

Quad Summit 2022 : કવાડમાં અમેરિકાએ ઉઠાવ્યો યુક્રેન-રશિયાનો મુદ્દો, બાઈડને કહ્યું- પુતિન એક સંસ્કૃતિને નષ્ટ કરી રહ્યા છે
Quad Summit, Tokyo 2022

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), યુએસએના પ્રમુખ જો બાઈડન, ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ ટોક્યોમાં ક્વાડ લીડર્સ સમિટનું (Quad Leaders Summit) આયોજન કર્યું છે. કવાડ બેઠક શરુ થઈ ગઈ છે. કવાડ બેઠકમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ, કહ્યુ કે, આપણા બધાનુ લક્ષ્ય એક છે. આપણા પરસ્પર સહયોગથી, મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, મોદી લોકશાહી બચાવવા માટે કામ કરી રહ્યાં છે. જો બાઈડને તેમના સંબોધન દરમિયાન રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાઈડને કહ્યુ કે, પુતિન એક સંસ્કૃતિને હુમલા દ્વારા ખતમ કરી રહ્યાં છે.

ક્વાડમાં પીએમ મોદીનું સંબોધન

ક્વાડ સમિટમાં જાપાન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષોને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે, સૌ પ્રથમ તો હું ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસને અભિનંદન આપું છું અને ચૂંટણી જીતવા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. શપથ લીધા પછી 24 કલાક અમારી વચ્ચે તમારી હાજરી, ક્વાડ મિત્રતાની તાકાત અને તેના પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આટલા ટૂંકા ગાળામાં, ક્વાડે વિશ્વની સામે પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે ક્વાડનો વ્યાપ વ્યાપક બન્યો છે, તેનું સ્વરૂપ પ્રબળ છે. આપણો પરસ્પર વિશ્વાસ અને આપણો સંકલ્પ લોકતાંત્રિક દળોને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહ્યો છે. આપણા પરસ્પર સહયોગથી, મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ આપણા બધાનું એક સામાન્ય લક્ષ્ય છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

પરસ્પર સહયોગથી પ્રોત્સાહન મળી રહ્યું છેઃ પીએમ મોદી

PM મોદીએ ક્વાડના ઉદઘાટન સંબોધનમાં કહ્યું કે, ટુંક સમયમાં જ ક્વાડે એક મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે. પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે ક્વાડની સંભાવના ઘણી વ્યાપક છે. ટોક્યોમાં મિત્રો વચ્ચે હોવું એ એક લહાવો છે. આર્થિક સહયોગ સાથે સંકલન વધ્યું છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા વધી રહી છે. ક્વાડની છબી વધુ મજબૂત બની રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે ‘ક્વાડ’ના સ્તરે અમારો પરસ્પર સહયોગ મુક્ત, ખુલ્લા અને સમાવેશી ‘ઇન્ડો પેસિફિક રિજન’ને પ્રોત્સાહિત કરી રહ્યો છે. જે આપણા બધાનો સમાન હેતુ છે.

જો બાઈડને પીએમ મોદીના વખાણ કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના સંબોધનમાં પીએમ મોદીના વખાણ કર્યા. જો બાઈડને કહ્યું કે તેણે કોરોના મહામારી દરમિયાન જે રીતે કામ કર્યું અને અન્ય દેશોને મદદ કરી તે પ્રશંસનીય છે. બાઈડને કહ્યું કે પીએમ મોદી લોકશાહી બચાવવા માટે કામ કરી રહ્યા છે.

જો બાઈડને તેમના સંબોધન દરમિયાન રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાઈડને કહ્યુ કે, પુતિન એક સંસ્કૃતિને હુમલા દ્વારા ખતમ કરી રહ્યાં છે.

બાઈડને કહ્યું કે, અમેરિકા ઈન્ડો-પેસિફિકમાં મજબૂત, સ્થિર અને સ્થાયી ભાગીદાર બનશે. અમે ઈન્ડો-પેસિફિકની શક્તિઓ છીએ. જ્યાં સુધી રશિયા યુદ્ધ ચાલુ રાખશે ત્યાં સુધી અમે વૈશ્વિક પ્રતિક્રિયાનું નેતૃત્વ કરીશું. ક્વાડ આગળ ઘણું કામ છે. પ્રદેશને શાંતિપૂર્ણ અને સ્થિર રાખવા, રોગચાળાનો સામનો કરવા અને આબોહવા કટોકટી પછીના પરિણામ માટે અમારી પાસે ઘણું કામ છે.

Published On - 8:16 am, Tue, 24 May 22

Next Article