Russia Ukraine crisis: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએસ પ્રમુખ જો બાઈડને (US President Joe Biden) પ્રથમ સત્તાવાર નિવેદન આપ્યું છે. રશિયાને કડક ચેતવણી આપતા બાઈડને કહ્યું કે જો રશિયા (Russia) યુક્રેન પર હુમલો કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. બાઈડને કહ્યું કે યુક્રેન પર રશિયન હુમલાની તમામ શક્યતાઓ છે. રશિયા અને યુક્રેનને (Ukraine) વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ. અમેરિકા સામાન્ય લોકોની ચિંતા કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે રશિયાએ યુક્રેનની સરહદ પર લાખો સૈનિકો તૈનાત કર્યા છે. બાઈડને કહ્યું કે તે હુમલા બદલ રશિયા પર પ્રતિબંધો લાદશે.
જો બાઈડને કહ્યું કે જો રશિયા હુમલો કરશે તો તે યુદ્ધને પ્રોત્સાહન આપશે. અમે યુક્રેન સંકટ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે વાત કરી હતી. બાઈડને કહ્યું કે રશિયાએ કેટલાક સૈનિકોને પાછા ખેંચવાની વાત કરી. તે જ સમયે, બિડેને અમેરિકનોને યુક્રેન છોડવા કહ્યું. જો અમેરિકનોને નુકસાન થશે તો અમે સખત જવાબ આપીશું. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન રશિયાને ડરાવી રહ્યું નથી.
From the beginning of this crisis, I have been clear and consistent: The United States is prepared no matter what happens.
We are ready for diplomacy to improve stability and security in Europe as a whole.
And we are ready to respond decisively if Russia attacks Ukraine.
— President Biden (@POTUS) February 15, 2022
આ પહેલા પણ અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડનના વહીવટીતંત્રે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેન પર આક્રમણ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે, જો ક્રેમલિન રચનાત્મક રીતે પસંદ કરે તો મુત્સદ્દીગીરીનો માર્ગ હજુ પણ ઉપલબ્ધ છે.
વ્હાઇટ હાઉસના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે યુએસ સંકટને હળવું કરવા માટે રાજદ્વારી ઉકેલ સુધી પહોંચવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. “જેમ તમે બધા જાણો છો, બાઈડને (રશિયન) રાષ્ટ્રપતિ પુતિન સાથે સપ્તાહના અંતે વાત કરી હતી અને અમે અમારા સહયોગીઓ અને ભાગીદારો સાથે સંપૂર્ણ સંકલનમાં રશિયન સરકારના સંપર્કમાં છીએ,”
તેમણે વધુમાં કહ્યું. રશિયાએ યુક્રેનની સરહદ પાસે મોટી સંખ્યામાં સૈનિકો એકઠા કર્યા છે. આ પગલા પર પશ્ચિમી દેશો તેને ચેતવણી આપી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે તે યુક્રેન પર હુમલો કરવા માગે છે. જોકે, રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની તેની કોઈ યોજના હોવાનો વારંવાર ઈન્કાર કર્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 6:32 am, Wed, 16 February 22