H-1B વિઝાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનનો મોટો નિર્ણય, લાખો ભારતીયોને થશે ફાયદો

|

Nov 12, 2021 | 6:33 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના નિર્ણયથી હવે H-1B વિઝા ધારકોના જીવનસાથીઓને ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન વિઝા મળશે.

H-1B વિઝાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનનો મોટો નિર્ણય, લાખો ભારતીયોને થશે ફાયદો
Joe Biden (File Photo)

Follow us on

America : અમેરિકાના જો બાઈડન સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી ભારતીય અમેરિકન લોકોને ઘણો ફાયદો થશે. બાઈડન પ્રશાસનના નિર્ણયથી હવે H-1B વિઝા ધારકોની પત્નીને પણ ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન વિઝા મળશે. આ પગલાથી હજારો ભારતીય-અમેરિકન લોકોને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે,ભારતીય આઇટી પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં H-1B વિઝા ધરાવે છે.

H-4 વિઝા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા H-1B વિઝા ધારકોના નિકટના સંબંધીઓને (જીવનસાથી અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો)આપવામાં આવે છે. આ વિઝા (Visa) સામાન્ય રીતે એવા લોકોને આપવામાં આવે છે, જેમણે યુ.એસ.માં રોજગાર આધારિત કાયદેસર કાયમી સ્થાયી થવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોય.

H-1B વિઝા પ્રોફેશનલ્સને આપવામાં આવે છે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

H-1B વિઝા એ નોન-ઇમિગ્રેશન વિઝા છે, જે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને રોજગારી (Foreign Employ) આપવાની મંજૂરી આપે છે. જેને કારણે આ કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો લોકોને નોકરી પર રાખે છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશને (American Immigration Lawyers Association)કેટલાક મહિનાઓ પહેલા સ્થળાંતર કરનારાઓના જીવનસાથી વતી દાવો દાખલ કર્યો હતો, જે બાદ ગૃહ વિભાગે આ બાબત પર સમાધાન કર્યુ હતુ.

90 હજાર H-4 વિઝા આપવામાં આવ્યા છે

આ અગાઉ ઓબામા પ્રશાસને H-1B વિઝા ધારકોના જીવનસાથીના વર્ક ઓથોરાઈઝેશનને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. તેમના દ્વારા કેટેગરિના આધારે કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. યુએસ પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 90 હજારથી વધુ H-4 વિઝા જારી કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના ભારતીય અમેરિકન છે.

આ નિર્ણયથી શું ફાયદો થશે ?

જો બાઈડન વહીવટીતંત્રના આ નિર્ણયથી H-1B અને L-2 વિઝા ધારકોની પત્નીઓએ હવે વર્ક ઓથોરાઈજેશન(Work authorization)  માટે અરજી કરવાની રહેશે નહીં અને યુએસમાં કામ કરવા માટે માત્ર રોજગાર અધિકૃતતા દસ્તાવેજની જરૂર પડશે. આ કરાર હેઠળ, H-4 વિઝા ધારકોની પત્નીઓને યુ.એસ.માં રહેવાનો કાયદેસરનો અધિકાર મળશે અને તેઓએ માત્ર રોજગાર અધિકૃતતા રિન્યુ કરવાની જરૂર રહેશે.

આ પણ વાંચો: બહેરીનમાં Covaxinના ઇમરજન્સી ઉપયોગને મળી મંજુરી, અત્યાર સુધીમાં 96 દેશમાં ઉપયોગની મંજુરી મળી ચુકી છે

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના કાળા કરતૂતોની પોલ ખુલી, અસ્થિરતા ફેલાવવામાં નિભાવી મહત્વપૂર્ણ ભૂમિકા

Published On - 6:29 pm, Fri, 12 November 21

Next Article