
ઓપરેશન સિંદૂર સમયે ભારત વિરુદ્ધ એકતરફી બાયસ્ડ નેગેટિવ રિપોર્ટીંગ કરનારુ અમેરિકી મીડિયા SCO શિખર સંમેલનની કવરેજમાં ઘણુ ચિંતિત દેખાઈ રહ્યુ છે. અમેરિકાના તમામ અખબારો અને મોટાભાગના એક્સપર્ટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભારત-અમેરિકા સંબંધો બગાડવાનો આરોપ લગાવી રહ્યા છે. CNN, ન્યૂયોર્ક ટાઇમ્સ, બ્લૂમબર્ગ સહિત મોટાભાગના અખબારો લખી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 25 વર્ષની મહેનત બર્બાદ કરતા ભારતને એક જ ઝટકામાં ચીન અને રશિયાની પક્ષમાં ઉભા રહેવા માટે છોડી દીધુ. આવુ થવુ ખૂબ જ રસપ્રદ છે કે અમેરિકન મીડિયાનો મોટો તબક્કો આ સમિટ વિશે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યો છે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા અને ચીન સાથેની નિકટતાનો અર્થ એ છે કે ભારત ધીમે ધીમે વોશિંગ્ટનથી દૂર થઈ રહ્યું છે? અમેરિકન નિષ્ણાત માઈકલ કુલેગમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે “ચીનમાં આ સપ્તાહે યોજાનારી SCO શિખર સંમેલન 2024 માં રશિયામાં યોજાયેલી BRICS સમિટ જેવી જ છે. તે ચીન અને રશિયાના વધતા પ્રભાવને દર્શાવે છે અને તેને વધતા જતા વૈશ્વિક અસંતોષનો...
Published On - 7:53 pm, Mon, 1 September 25