અમેરિકાના કેન્ટુકીમાં ચક્રવાતે મચાવી તબાહી, ખરાબ હવામાનને કારણે બેકાબૂ સ્થિતિ થતા 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

|

Dec 12, 2021 | 9:08 AM

અમેરિકાના કેન્ટુકીમાં ચક્રવાતે ભારે તબાહી મચાવી છે. જેમાં અત્યાર સુધીમાં 70થી વધુ લોકોના મોત થયા છે. અહીં ચક્રવાત અને ખરાબ હવામાનને કારણે ઘણા ઘરોને પણ નુકસાન થયું છે.

અમેરિકાના કેન્ટુકીમાં ચક્રવાતે મચાવી તબાહી, ખરાબ હવામાનને કારણે બેકાબૂ સ્થિતિ થતા 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
File photo

Follow us on

શુક્રવારે ( Friday)  મોડી રાત્રે અમેરિકાના (Ameica) ઘણા રાજ્યોમાં ટોર્નેડો અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો હતો. કેન્ટુકીમાં (Kentucky) મીણબત્તીની ફેક્ટરી, ઇલિનોઇસમાં એમેઝોન બિલ્ડિંગ અને અરકાસાસમાં એક નર્સિંગ હોમને નુકસાન થયું હતું. આમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય માટે મોટી સંખ્યામાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે તેને રાજ્યની આપત્તિ જાહેર કરી છે.અમેરિકામાં કેન્ટુકી રાજ્યના ગવર્નરે જણાવ્યું હતું કે ચક્રવાત અને ખરાબ હવામાનને કારણે ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં વ્યાપક નુકસાન થયા બાદ રાજ્યમાં ઓછામાં ઓછા 70 લોકોના મૃત્યુ થવાની આશંકા છે. ગવર્નર એન્ડી બેશિયરે (Andy Beshear) શનિવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચક્રવાત કેન્ટુકીએ 200 માઈલથી વધુ વિસ્તાર ઘમરોળ્યું હતું.

ગર્વનરે કહ્યું હતું કે,’મને લાગે છે કે આપણા રાજ્યના ઈતિહાસમાં આ સૌથી વિનાશક ચક્રવાત છે.’ બેશિરે કહ્યું કે મેફિલ્ડમાં મીણબત્તી બનાવવાની ફેક્ટરી, ઈલિનોઈસમાં એક એમેઝોન ઓફિસ અને અરકાનસાસમાં એક નર્સિંગ હોમ પણ ચક્રવાતની ઝપેટમાં આવી ગયા છે. ચક્રવાત સમયે મેફિલ્ડ ફેક્ટરીમાં લગભગ 110 લોકો હાજર હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેમણે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે અને તેમના રાજ્યની મુહલેનબર્ગ કાઉન્ટીમાં ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુની આશંકા છે અને બાઉલિંગ ગ્રીન શહેરમાં અને તેની આસપાસ અજાણ્યા લોકોના મોતની આશંકા છે.

રાષ્ટ્રપતિને આપવામાં આવી માહિતી

મેફિલ્ડના મુખ્ય ફાયર સ્ટેશન અને કટોકટી સેવા કેન્દ્ર ચક્રવાતથી પ્રભાવિત થયા હોવાથી બચાવ પ્રયાસો જટિલ બન્યા છે. શહેરમાં અનેક ઈમારતોને નુકસાન થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને શનિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેમને પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે અસરગ્રસ્ત રાજ્યોને શોધ અને નુકસાનનું મૂલ્યાંકન ચાલુ રાખવા માટે તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. પોલીસ ચીફ માઇક ફિલિબેચે શનિવારે સવારે જણાવ્યું હતું કે એમેઝોન ઓફિસમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું.

લોકોના ઘરોમાં તોડફોડ કરી હતી

ટેનેસી ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ડીન ફ્લાઈનરે જણાવ્યું હતું કે ટેનેસીમાં હરિકેન સંબંધિત ત્રણ મૃત્યુની પુષ્ટિ થઈ છે. ચક્રવાત પછીની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં તબાહીનું આ દ્રશ્ય જોઈ શકાય છે. લોકોના ઘરોને ભારે નુકસાન થયું છે. રસ્તાઓ પર વૃક્ષો અને વીજ થાંભલાઓ પડી ગયા છે.

આ પણ વાંચો : Farmer Protest: ખેડૂતોના પરત ફર્યા બાદ આજથી ખુલશે સિંઘુ અને ટિકરી બોર્ડર, રસ્તાનું સમારકામ ચાલુ

આ પણ વાંચો : Happy birthday Sidharth Shukla : બેહદ સિમ્પલ માણસ હતો સિદ્ધાર્થ શુક્લા, પરિવાર અને શહનાઝ સાથે જ સેલિબ્રેટ કરતો હતો બર્થડે

Next Article