Breaking News : તેલના ભાવ ઘટશે, ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. ટ્રમ્પ અનુસાર, અમેરિકાએ ઈરાનની પરમાણુ ક્ષમતા નબળી પાડી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ “ખૂબ જ ટૂંક સમયમાં” સમાપ્ત થઈ શકે છે અને ત્યારબાદ વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકાની કાર્યવાહીથી ઈરાનની પરમાણુ ક્ષમતા ગંભીર રીતે નબળી પડી છે.
વોશિંગ્ટનથી સાન એન્ટોનિયો ખાતે રિપબ્લિકન પાર્ટીની ચૂંટણી રેલી માટે રવાના થતા સમયે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાનું મુખ્ય લક્ષ્ય ઈરાનને પરમાણુ હથિયારો વિકસાવવાથી રોકવાનું છે. તેમણે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની પરમાણુ શક્તિને નષ્ટ કરી દીધી છે અને જો ઈરાન પાસે પરમાણુ શક્તિ હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાનમાં ચાલી રહેલી સ્થિતિ ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ શકે છે. તેમના મતે, યુદ્ધનો અંત આવશે ત્યારે તેલના ભાવમાં પણ ઝડપથી ઘટાડો થઈ શકે છે. જોકે, આ દાવા વચ્ચે ઈરાન તરફથી અલગ પ્રકારના સંકેતો મળી રહ્યા છે અને તણાવ હજુ યથાવત છે.
દરમિયાન, ઈરાનના તેલ મંત્રી મોહસેન પાકનેજાદે રાજીનામું આપ્યું છે. ઈરાની સરકારી અહેવાલો અનુસાર તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્વીકારી લીધું છે.
#WATCH | US President Donald Trump says, “It is a war from the standpoint of what we have to do. We have to get rid of the nuclear weapons for Iran…. We have taken away their nuclear power. If they had nuclear power, you would have had problems like you have never had before… Their whole country right now is wiped out. It will be over very quickly, and when it does, oil prices will come tumbling down.”
(Source: US Network Pool via Reuters)
— ANI (@ANI) October 7, 2026
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંકેત આપ્યો છે કે ઈરાન પોતાના બચાવ માટે તૈયાર છે, પરંતુ રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવાની પણ ઈચ્છા ધરાવે છે. ઈરાને અમેરિકા સમક્ષ હોર્મુઝની ખાડી ફરી ખોલવા અને શાંતિ ચર્ચા આગળ વધારવા માટે સાત દિવસની યોજના પણ રજૂ કરી છે.
હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે વિશ્વભરના બજારોની નજર ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ અને તેલના પુરવઠા પર છે. આગામી દિવસોમાં બંને દેશો વચ્ચેની રાજદ્વારી વાતચીત અને સૈન્ય સ્થિતિથી તેલના ભાવ તથા વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી શકે છે.
દુનિયામાં ખેલાઈ રહ્યો છે સોનાનો ‘મોટો ખેલ’, આ રમત પાછળનું કારણ જાણો
