Afghanistan : અધિકારીઓને બહાર કાઢવા ભારતની મદદે US, જાણો કઈ રીતે થયુ Operation Airlift

|

Aug 19, 2021 | 3:22 PM

ભારતને અમેરિકાની (America) સંપૂર્ણ મદદ મળી. આ દરમિયાન વિદેશ મંત્રાલય અમેરિકા સાથે સતત સંપર્કમાં રહ્યું.    એક સમાચાર પત્રના સૂત્રો પ્રમાણે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન સાથે વાત કરી. આ પછી, બંને તરફના અધિકારીઓએ ભારતીય અધિકારીઓને બહાર કાઢવાનો પ્લાન તૈયાર કર્યો

Afghanistan : અધિકારીઓને બહાર કાઢવા ભારતની મદદે US, જાણો કઈ રીતે થયુ Operation Airlift
સાંકેતિક તસ્વીર

Follow us on

 તાલિબાનીઓએ (Taliban) 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલ (Kabul) પર કબજો કર્યો અને અફરાતફરી મચી ગઇ.  અધિકારીઓથી લઈને સામાન્ય નાગરિકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા તૈયાર થઇ ગયા.  દરમિયાન, ભારત માટે સૌથી મોટો પડકાર પોતાના અધિકારીઓને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત બહાર કાઢવાનો હતો, જે બિલકુલ સરળ નહોતો.

આ સ્થિતિમાં ભારતને અમેરિકાની (America) સંપૂર્ણ મદદ મળી. આ દરમિયાન વિદેશ મંત્રાલય અમેરિકા સાથે સતત સંપર્કમાં રહ્યું. એક સમાચાર પત્રના સૂત્રો પ્રમાણે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન સાથે વાત કરી. આ પછી, બંને તરફના અધિકારીઓએ ભારતીય અધિકારીઓને બહાર કાઢવાનો પ્લાન તૈયાર કર્યો. NSA અજીત ડોભાલ અને વિદેશ સચિવ હશવર્ધન શ્રિંગલાએ અમેરિકા સાથે ભારતીય પક્ષના સંપર્કો પર નજર રાખી

 ઓપરેશનલ સ્તરે, વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન) જેપી સિંહ, યુએસ ચાર્જ ડી’અફેર્સ અતુલ કેશાપના  સંપર્કમાં હતા. આ પ્રક્રિયામાં કેબિનેટ સચિવાલય પણ સામેલ હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એનક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ પર સતત કરતા હતા વાત

બંને પક્ષોએ વાસ્તવિક સમયના આધાર પર એનક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ પર વાત કરી.  કાબુલ એરપોર્ટ પર યુએસ બેઝ કમાન્ડર સાથે સતત સંપર્કમાં હતા જેથી ભારતીય કાફલાને અંદર જવા દેવામાં આવે.

ભારતીય અધિકારીઓનો કાફલો રાત્રે કાબુલ એરપોર્ટના ગેટ પર હતો જ્યાં અમેરિકાનુ ટેક્નિકલ સેક્શન હતુ. ત્યાં લોકોની ભારે ભીડ હતી. આ પછી ભારતના સ્ટાફને બીજા ગેટ પર આવવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન દિલ્હી, કાબુલ અને વોશિંગ્ટન વચ્ચે સતત વાતચીત થતી રહી.  થોડા કલાકો સુધી રાહ જોયા બાદ ભારતીય કાફલાને ખાસ ગેટ પર મોકલવામાં આવ્યો. યુએસ બેઝ કમાન્ડરની મંજૂરી મળ્યા બાદ કેશપ એરપોર્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.

એકવાર અંદર ગયા બાદ , ભારતીય કાફલાને એવા સ્થળે લઈ જવામાં આવ્યો જ્યાંથી ભારતીય વાયુસેનાના વિમાનો સુધી પહોંચી શકાય.  ત્યાં, અમેરિકન પક્ષ પહેલેથી જ અફઘાન ટ્રાંસલેટરના પરિવહનમાં વ્યસ્ત હતો. તેમણે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે ભારતીયો આરામથી રહે.

આ પણ વાંચોશું વિદેશ યાત્રા માટે જરૂરી પડશે Booster Dose ? યાત્રીઓ માટે આ દેશોએ નક્કી કરી છે કોરોના વેક્સિનની ‘Expiry Date’

આ પણ વાંચોAfghanistan Crisis : ‘મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો, કોઇ રૂપિયા લઇને નથી ભાગ્યો’ : અશરફ ગની

 

 

Next Article