કોરોના સામે લડવા અમેરીકા લોકોને આપશે બુસ્ટર ડોઝ, પણ દરેકને નહી મળે આ લાભ

Coronavirus in US: અમેરિકામાં કોરોના વાયરસના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે, જેનો સામનો કરવા માટે લોકોને રસીનો બૂસ્ટર ડોઝ આપવાનુ અમેરીકન સરકાર વીચારી રહી છે.

કોરોના સામે લડવા અમેરીકા લોકોને આપશે બુસ્ટર ડોઝ, પણ દરેકને નહી મળે આ લાભ
બૂસ્ટર ડોઝ લગાવવા પર વિચારી રહ્યું છે અમેરીકા (પ્રતીકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 9:46 PM

US Vaccine Booster Dose: છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં કોરોના વાયરસના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. દેશના કેટલાક શહેરોની હોસ્પિટલમાં દર્દીઓના પ્રવેશનો દર વધ્યો છે, જેના કારણે હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે.

વાયરસના વધતાં કેસો પાછળનું કારણ કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ પરીસ્થીતીમાં અમેરિકાની અડધી વસ્તીને વેક્સિન આપી દેવામાં આવી છે. આ સમસ્યાનો સામનો કરવા માટે સરકાર અમેરિકામાં લોકોને વેક્સિનનો ‘બૂસ્ટર’ ડોઝ આપવાનું વિચારી રહી છે.

USના ટોચના નિષ્ણાત ડો. એન્થોની ફૌસીએ કહ્યું છે કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ -19 વેક્સિનનો વધારાનો ‘બૂસ્ટર’ ડોઝ માટે ભલામણ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

તેમણે એક પ્રતીષ્ઠીત મીડીયાના કાર્યક્રમમાં ગુરુવારે કહ્યું કે તેમને આશા છે કે બૂસ્ટર ડોઝની ભલામણ જલ્દીથી સ્વીકારવામાં આવશે. અંગ પ્રત્યારોપણ, કેન્સર અથવા અન્ય પરિસ્થિતિઓ સહિત વિવિધ કારણોસર લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે.

શા માટે છે બૂસ્ટર ડોઝની જરૂર?

બૂસ્ટર ડોઝ માટેની માત્રા માત્ર ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા જ મંજૂર કરવામાં આવશે. ફૌચીએ કહ્યું, “એવો સમય પણ આવશે જ્યારે આપણને વધારાના ડોઝની જરૂર પડશે કારણ કે કોઈ પણ વેક્સિન અનિશ્ચિત સમય માટે રક્ષણ પૂરું પાડતી નથી, વર્તમાનમાં તો એક પણ વેક્સિન છે જ નહિ.

એક તારણ મુજબ, લગભગ 3 ટકા અમેરિકનો પાસે નબળી રોગપ્રતિકારક શક્તિ રહેલી છે.  જેના ઘણા કારણો પણ છે, કેટલાકને પહેલા કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ છે, જ્યારે કેટલાકએ સ્ટેરોઈડ જેવી દવાઓનો ઉપયોગ કર્યો છે.

WHO એ શું કહ્યું?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં વિકસીત દેશોને વિનંતી કરી હતી કે તેઓ ઓછામાં ઓછા સપ્ટેમ્બર સુધી તેમના નાગરિકોને બૂસ્ટર ડોઝ ન આપે જેથી રસી ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પહોંચાડી શકાય.

જો કે, ફ્રાન્સ એપ્રિલથી નબળી રોગપપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વેક્સિનના બૂસ્ટર ડોઝ પૂરા પાડી રહ્યું છે. જર્મની અને હંગરીએ પણ તાજેતરમાં તેમના નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે.

જે બાદ હવે અમેરિકા પણ આવું જ પગલું ભરી શકે છે. જેને સરકારી અધિકારીઓ પણ આ સમયની મોટી જરૂરિયાત ગણાવી રહ્યા છે

આ પણ વાંચો : શરદ પવારના અવાજની નકલ કરીને મહારાષ્ટ્ર ગૃહ વિભાગમાં ફોન કરનાર શખ્સ ઝડપાયો

આ પણ વાંચો : Maharashtra: ‘દારૂની દુકાનો ખોલી શકાય છે તો પછી મંદિરો કેમ નહીં’ ભાજપના નેતા રામ કદમે ઉદ્ધવ સરકારને જલ્દી નિર્ણય લેવાની ચેતવણી આપી

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">