યુએસ કોંગ્રેસે 1.2 ટ્રિલિયન ડોલરનું ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ’ પાસ કર્યું, જો બાઈડેનને મળી જીત, આખરે આ રકમનું શું થશે?

|

Nov 06, 2021 | 12:41 PM

આ બિલ દ્વારા આગામી પાંચ વર્ષમાં અમેરિકન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે $550 બિલિયનનું સંઘીય રોકાણ કરવામાં આવશે. તેના દ્વારા રસ્તાઓ, પુલો, મુખ્ય જાહેર પરિવહન, રેલ, એરપોર્ટ, બંદરો અને જળમાર્ગોના નિર્માણ અને સમારકામનું કામ કરવામાં આવશે.

યુએસ કોંગ્રેસે 1.2 ટ્રિલિયન ડોલરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ પાસ કર્યું, જો બાઈડેનને મળી જીત, આખરે આ રકમનું શું થશે?
US Congress passes 1.2 trillion Dollar 'infrastructure bill'

Follow us on

US Congress: યુએસ કોંગ્રેસે $1.2 ટ્રિલિયનનું દ્વિપક્ષીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ પસાર કર્યું છે. આ રીતે રાષ્ટ્રપતિ જો બાઈડેનને મોટી જીત મળી છે, જેઓ આ ઐતિહાસિક બિલ પસાર કરવાનો રસ્તો શોધી રહ્યા હતા. એક ડઝનથી વધુ રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓએ $1.2 ટ્રિલિયન ટ્રાન્સપોર્ટેશન અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ અપગ્રેડ બિલને સમર્થન આપ્યું હતું. આ રીતે, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાથે મળીને ગૃહમાં આ બિલને સરળતાથી બહુમતી આપી અને તે પસાર થઈ ગયું. સેનેટે મહિનાઓ પહેલા અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટી રકમ સાથે આ બિલ પાસ કર્યું હતું. 

આ વિશાળ પેકેજ મોટી સંખ્યામાં અમેરિકનોને આરોગ્ય સંભાળ, બાળકોના ઉછેર અને ઘરની વૃદ્ધોની સંભાળની ઍક્સેસ સાથે સહાય પૂરી પાડશે. કોંગ્રેસમાં આ બિલના સમર્થનમાં 228 વોટ પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 206 વોટ પડ્યા હતા. 13 રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓએ ડેમોક્રેટ્સ સાથે બિલને સમર્થન આપ્યું હતું, જ્યારે છ ડેમોક્રેટ્સે તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ બિલ હવે રાષ્ટ્રપતિ પાસે હસ્તાક્ષર કરવા જશે અને કાયદો બનશે. આ બિલ ઓગસ્ટમાં જ સેનેટમાં પસાર થયું હતું. પરંતુ ગૃહમાં આને અટકાવવામાં આવ્યું હતું, કારણ કે ડેમોક્રેટ્સ અલગથી $ 1.9 ટ્રિલિયનના આર્થિક પેકેજની માંગ કરી રહ્યા હતા. 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ દ્વારા શું કરવામાં આવશે?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ બિલ દ્વારા આગામી પાંચ વર્ષમાં અમેરિકન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે $550 બિલિયનનું સંઘીય રોકાણ કરવામાં આવશે. તેના દ્વારા રસ્તાઓ, પુલો, મુખ્ય જાહેર પરિવહન, રેલ, એરપોર્ટ, બંદરો અને જળમાર્ગોના નિર્માણ અને સમારકામનું કામ કરવામાં આવશે. આ પેકેજ દેશના બ્રોડબેન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે $65 બિલિયનનું રોકાણ કરશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક ગ્રીડ અને પાણીની પ્રણાલીને સુધારવા માટે અબજો ડોલરનું રોકાણ કરવામાં આવશે. બિલના ટેક્સ્ટ મુજબ, પ્લગ-ઇન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર્સનું દેશવ્યાપી નેટવર્ક બનાવવા માટે 7.5 બિલિયનનું રોકાણ કરવામાં આવશે. 

આ બિલ ઓગસ્ટમાં સેનેટમાં પસાર થયું હતું

ઓગસ્ટની શરૂઆતમાં, યુએસ સંસદના ઉપલા ગૃહ યુએસ સેનેટે $1,000 બિલિયનની ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ જો બિડેન માટે આ પેકેજ પ્રાથમિકતાઓમાં ટોચ પર હતું. આ બાબતમાં, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને પક્ષોએ એકતા દર્શાવતા યોજનાને મંજૂરી આપી. યોજનાની તરફેણમાં 69 મત પડ્યા જ્યારે વિરોધમાં 30 મત પડ્યા. મોટી સંખ્યામાં સાંસદોએ મતભેદો ભૂલીને યોજનાની તરફેણમાં મતદાન કર્યું હતું. સાર્વજનિક કાર્યોને લગતા કામોને ઝડપી બનાવવા માટે સાંસદો નાણાં મોકલવા તૈયાર હતા. સેનેટના બહુમતી નેતા ચક શૂમરે કહ્યું કે ઘણા મુદ્દા છે પરંતુ તે અમેરિકા માટે ઘણું સારું છે.

Published On - 11:58 am, Sat, 6 November 21

Next Article