
ટ્રમ્પ જ્યારે બેઇજિંગ ઍરપોર્ટ પહોંચ્યા તો તેમનું ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત ચીનના ઉપરાષ્ટ્રપતિ હન ઝેંગ દ્વારા કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે ચીન પણ આ મુલાકાતને ઘણી ગંભીરતાથી લઈ રહ્યું છે. એરફોર્સ વનમાંથી ઉતરીને પોતાની ખાસ લિમોઝીન કાર ‘ધ બીસ્ટ’ સુધી પહોંચતા રસ્તામાં ચીની વિદ્યાર્થીઓએ બંને દેશોના ઝંડા લહેરાવી ટ્રમ્પનું અભિવાદન કર્યું હતું. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા ચીનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદ, ઈરાન યુદ્ધ અને તાઈવાનના મુદ્દે ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે, છતાં પણ આર્થિક હિતોને કારણે બંને ફરી એક ટેબલ પર આવવા મજબુર થયા છે. એરફોર્સ વન અને અમેરિકાના કોર્પોરેટ દિગ્ગજો ટ્રમ્પની આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમના એરફોર્સ વન વિમાનમાં માત્ર સરકારી અધિકારીઓ જ નહીં, પણ અમેરિકાની 17 જેટલી દિગ્ગજ કંપનીઓના સીઈઓ પણ સવાર છે. જેમાં ઈલોન મસ્ક (Tesla), ટીમ કૂક (Apple), અને બોઈંગના સીઈઓ જેવા મોટા નામો સામેલ છે. આ કોઈ સામાન્ય મુલાકાત નથી, પરંતુ...
Published On - 7:53 pm, Thu, 14 May 26