AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય નૌકાદળની તાકાતમાં થશે વધારો, અમેરિકા જલ્દી જ ભારતને આપશે સી હોક હેલીકોપ્ટર

અમેરિકાએ 2.4 અરબ ડોલરની કિંમતના 24 MH 60 ‘રોમિયો સી હોક હેલિકોપ્ટર’ની ખરીદીની મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતને છેલ્લા 1 દાયકાથી આ હેલિકોપ્ટરની જરૂરીયાત હતી. લોકહીડ માર્ટીન દ્વારા બનાવેલા આ હેલિકોપ્ટર સબમરીન અને જહાજો પર નિશાનો સાધવા માટે સક્ષમ છે. આ હેલિકોપ્ટર સમુદ્રમાં શોધવા અને બચાવ કામગીરી માટે […]

ભારતીય નૌકાદળની તાકાતમાં થશે વધારો, અમેરિકા જલ્દી જ ભારતને આપશે સી હોક હેલીકોપ્ટર
Follow Us:
| Updated on: Apr 03, 2019 | 5:20 AM

અમેરિકાએ 2.4 અરબ ડોલરની કિંમતના 24 MH 60 ‘રોમિયો સી હોક હેલિકોપ્ટર’ની ખરીદીની મંજૂરી આપી દીધી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતને છેલ્લા 1 દાયકાથી આ હેલિકોપ્ટરની જરૂરીયાત હતી. લોકહીડ માર્ટીન દ્વારા બનાવેલા આ હેલિકોપ્ટર સબમરીન અને જહાજો પર નિશાનો સાધવા માટે સક્ષમ છે. આ હેલિકોપ્ટર સમુદ્રમાં શોધવા અને બચાવ કામગીરી માટે પણ ઉપયોગી છે.

TV9 Gujarati

57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?
કેલ્શિયમની ખામી દૂર થશે, રોજ ખાવાનું ચાલુ કરો આ વસ્તુઓ
રુપાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
રાહુલ ગાંધીના પરિવાર વિશે જાણો

ટ્રમ્પ સરકારે જાહેર કર્યુ કે તેમને 24 MH-60 ખુબ ઉપયોગી હેલીકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી દીધી છે. આ હેલીકોપ્ટર ભારતીય સુરક્ષા દળોને સબમરીન યુધ્ધ મિશનને સફળતાપૂર્વક હાથ ધરવામાં સક્ષમ હશે. આ હેલિકોપ્ટરની ખરીદીથી ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત કરીને અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવામાં મદદ થશે.

આ હેલિકોપ્ટરની કિંમત લગભગ 2.4 અરબ ડોલર હશે. આ ખરીદીથી સુરક્ષામાં વધારો થશે. વધેલી ક્ષમતાથી ભારતને પ્રાદેશિક ધમકીઓનો સામનો કરવામાં મદદ મળશે અને તેમની સુરક્ષા મજબૂત થશે. ભારતને આ હેલિકોપ્ટરોને સુરક્ષા દળોમાં સામેલ કરવામાં કોઈ મુશ્કેલી નહીં થાય.

આ હેલિકોપ્ટરોને દુનિયાના સૌથી આધુનિક હેલિકોપ્ટર માનવામાં આવે છે. આ હેલિકોપ્ટર ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરશે. ચીનના આક્રમક વ્યવહારને ધ્યાનમાં રાખીને ભારત માટે આ હેલિકોપ્ટર જરૂરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">