અમેરિકાની નવી ‘ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ’નું એલાન, ફૂલી વેક્સિનેટેડ લોકોને દેશમાં મળશે એન્ટ્રી, ભારતીય પણ કરી શકશે યાત્રા

|

Sep 25, 2021 | 11:56 PM

વ્હાઈટ હાઉસના અધિકારીઓએ કહ્યું કે, ભારત જેવા દેશોના ફૂલી વેક્સિનેટેડ લોકોને હવે અમેરિકા એન્ટ્રી મળી શકે છે. તેઓએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન તેમના વેક્સિનેશનનો પુરાવો બતાવવો પડશે.

અમેરિકાની નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમનું એલાન, ફૂલી વેક્સિનેટેડ લોકોને દેશમાં મળશે એન્ટ્રી, ભારતીય પણ કરી શકશે યાત્રા
File photo

Follow us on

અમેરિકાએ (America) એક ‘ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ’ની (International travel system) જાહેરાત કરી છે. જે અંતર્ગત નવેમ્બરથી ફૂલી વેક્સિનેટેડ લોકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

અગાઉ અમેરિકાએ ભારત જેવા દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ લાદી દીધો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020 માં કોરોના મહામારીની શરૂઆતમાં વિદેશી મુસાફરોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે, ભારત જેવા દેશોમાંથી રસીકરણ કરાવનારા લોકો હવે અમેરિકા જઈ શકે છે. તેઓએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન તેમના વેક્સિનેશનનો પુરાવો બતાવવો પડશે.

વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ કોઓર્ડિનેટર જેફ જાયન્ટ્સે વર્ચ્યુઅલ ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને કહ્યું, આજે અમે નવી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પ્રણાલીની જાહેરાત કરી રહ્યા છીએ. આ નવી સિસ્ટમમાં અમેરિકા આવતા મુસાફરોથી કોરોનાનો ફેલાવો અટકાવવા, અમેરિકનોને સુરક્ષિત કરવા અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે કડક પ્રોટોકોલનો સમાવેશ થાય છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મુસાફરી પહેલા વેક્સિનેશનનો પુરાવો બતાવવો પડશે
જેફ જાયન્ટ્સે કહ્યું કે, અમેરિકાએ વિજ્ઞાન અને જાહેર આરોગ્યને તેના માર્ગદર્શક તરીકે રાખીને નવી આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યવસ્થા વિકસાવી છે. તેનાથી દેશમાં અમેરિકનોની સુરક્ષા વધશે તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પણ સુરક્ષિત થશે. તેમણે કહ્યું, નવી આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યવસ્થા હેઠળ ફ્લાઇટ્સ નવેમ્બરથી શરૂ થશે. અમેરિકા જનારા વિદેશી નાગરિકો માટે ફૂલી વેક્સિનેટેડ અને અમેરિકા જતા પહેલા વિમાનમાં બેસતા વેક્સિનેશનનો પુરાવો બતાવવો ફરજિયાત રહેશે.

ક્વોરેન્ટાઇનની જરૂર રહેશે નહીં
ભારત, બ્રાઝિલ, યુકે, ચીન, ઈરાન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઇન નિયમો અને મુસાફરી પ્રતિબંધો અંગેના પ્રશ્નના જવાબમાં જાયન્ટ્સે જણાવ્યું હતું કે નવેમ્બરની શરૂઆતમાં અમેરિકા નવા અને સખ્ત વૈશ્વિક પ્રણાલી તરફ આગળ વધશે. આ સાથે જ તેને કહ્યું હતું કે, નાગરિકો ફૂલી વેક્સિનેટેડ હોવા જરૂરી રહેશે.

તેઓએ વેક્સિનેશનનો પુરાવો પણ બતાવવો પડશે. આ પછી, ટેસ્ટ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું પડશે. અન્ય સવાલના જવાબમાં કહ્યું હતું કે, તે સંપૂર્ણપણે યોગ્ય છે કે ફૂલી વેક્સિનેટેડ કરાયેલા મુસાફરોને ક્વોરેન્ટાઇનમાં જવાની જરૂર નથી.

 

આ પણ વાંચો : AIIMSના ડેપ્યુટી ડાયરેક્ટર એડમિન લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, 40 લાખના બિલ પાસ કરવા 2 લાખની માંગી લાંચ

આ પણ વાંચો :હવે આધાર વેરીફીકેશન બાદ જ મળશે જીએસટી રિફંડ, CBIC જાહેર કર્યો આ નવો નિયમ

Next Article