હવે આધાર વેરીફીકેશન બાદ જ મળશે જીએસટી રિફંડ, CBIC જાહેર કર્યો આ નવો નિયમ

કરદાતાઓ GSTR-1 માં સપ્લાય ઇન્વોઇસ બતાવી દેતા હોય છે, પરંતુ તેઓ GSTR-3B રિટર્ન ફાઇલ કરતા નથી, જ્યારે આ ફોર્મમાંથી સરકારને ટેક્સ ચૂકવવામાં આવે છે. આ ટેક્સ બચાવવાનો પ્રયાસ છે.

હવે આધાર વેરીફીકેશન બાદ જ મળશે જીએસટી રિફંડ, CBIC જાહેર કર્યો આ નવો નિયમ
GST અંગે સરકારનો મોટો નિર્ણય (સાંકેતીક તસવીર)

જો તમે GST રિફંડ ક્લેમ કરવા માંગતા હોય તો તમારે તમારા આધારનું વેરીફીકેશન કરાવવું પડશે. સરકારે આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. તેનો અર્થ એ છે કે જે લોકોના આધારનું વેરીફીકેશન કરવામાં આવ્યું નથી તેઓ જીએસટીનું રિફંડ મેળવી શકશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ GST ના નિયમોમાં સુધારો કર્યો છે. જીએસટી હેઠળ કર ચોરી અટકાવવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે.

હવે જીએસટી રિફંડ માત્ર બેંક ખાતામાં જ આપવામાં આવશે. જે પાનકાર્ડ પર જીએસટી રજીસ્ટ્રેશન થયેલું હશે અને બેંક ખાતું તેની સાથે લિંક થશે, તે ખાતામાં જ જીએસટી રિટર્ન આપવામાં આવશે.

કોણ GSTR-1 ફાઇલ કરી શકે છે ?

આ સંબંધિત સૂચનામાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2022 ના રોજ, જે બીઝનેસ સમરી રિટર્ન ફાઇલ કરવામાં ડિફોલ્ટ થશે, તેઓ દર મહિને જીએસટી ચૂકવશે નહીં, તેઓ આગામી મહિના માટે જીએસટીઆર -1 ફાઇલ કરી શકશે નહીં. આ નિર્ણય જીએસટી કાઉન્સિલ 17 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો. આધાર વેરીફીકેશન સાથે જોડાયેલા નિર્ણયનો વિચાર પણ એ જ બેઠકમાં જ કરવામાં આવ્યો હતો.

AMRG એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રાજન મોહને એક પ્રતિષ્ઠિત મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કર ચોરી રોકવા માટે, સરકારે માલિક, ભાગીદારો, કર્તા, મેનેજિંગ ડિરેક્ટર, સંપૂર્ણ સમયના નિર્દેશકો અને અધિકૃત હસ્તાક્ષરો માટે આધાર વેરીફીકેશન ફરજિયાત કર્યું છે. જીએસટી માટે રિફંડ અરજીઓ દાખલ કરવા અથવા રજિસ્ટ્રેશન રદ કરવા માટે આધાર વેરીફીકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

ઈવાઈ ટેક્સ પાર્ટનરના અભિષેક જૈન કહે છે કે, સરકારી આવકની ચોરી અટકાવવા માટે સરકારે કરદાતાઓ માટે આધાર વેરીફીકેશન ફરજિયાત બનાવ્યું છે. હવે આ વેરીફીકેશન દ્વારા કરદાતાઓ જીએસટી ક્લેમ કરી શકશે. જૈનનું કહેવું છે કે આ પગલું જીએસટી ફ્રોડ રિફંડને અટકાવશે કારણ કે જે કરદાતાઓનું આધાર વેરીફાઈ કરવામાં આવ્યું છે, તેમને જ જીએસટી રિફંડ આપવામાં આવશે.

સરકારે આ પગલું શા માટે લીધું ?

જો કોઈ કરદાતા પાછલા મહિના માટે GSTR-3B ફાઇલ ન કરે તો તે GSTR-1 પણ ફાઇલ કરી શકશે નહીં. આ અંગે અભિષેક જૈનનું કહેવું છે કે આ પ્રતિબંધ ઘણો વિચાર કરીને લાદવામાં આવ્યો છે, કારણ કે તે એવા કેસોને અટકાવશે જેમાં નકલી માહિતી આપીને જીએસટી ફાઇલ કરવામાં આવે છે. કરદાતાઓ GSTR-1 માં સપ્લાય ઇન્વોઇસ બતાવી દેતા હોય છે, પરંતુ તેઓ GSTR-3B રિટર્ન ફાઇલ કરતા નથી, જ્યારે આ ફોર્મમાંથી સરકારને ટેક્સ ચૂકવવામાં આવે છે. આ ટેક્સ બચાવવાનો પ્રયાસ છે.

હવે જેમણે પાછલા મહિનાનું GSTR-3B ભર્યું છે, તેઓ આગામી મહિનાનું GSTR-1 ફોર્મ ભરી શકશે. હાલમાં, જો રજિસ્ટર્ડ વ્યક્તિએ છેલ્લા બે મહિનાથી ફોર્મ GSTR-3B માં રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તેને GSTR-1 સબમિટ કરવાની પણ મંજૂરી નથી.

 

આ પણ વાંચો :  નોકરીયાતો માટે મહત્વના સમાચાર, UAN થી આધાર લિંકની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ, આ રીતે કરો લિંક

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati