UNSC બેઠકની ચીન કરી રહ્યું હતું અધ્યક્ષતા, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કર્યો તેનો બહિષ્કાર

|

May 08, 2021 | 4:11 PM

ચીનના અધ્યક્ષ સ્થાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકનો ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે બહિષ્કાર કર્યો છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની અધ્યક્ષતામાં મંત્રાલય સ્તરે બહુપક્ષીય ચર્ચા થવાની હતી, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ સચિવ હર્ષ શ્રિંગલાએ કર્યું હતું.

UNSC બેઠકની ચીન કરી રહ્યું હતું અધ્યક્ષતા, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કર્યો તેનો બહિષ્કાર
S. Jaishankar holds talks with African Foreign Minister

Follow us on

ચીનના અધ્યક્ષ સ્થાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC ) ની બેઠકનો ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે બહિષ્કાર કર્યો છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની અધ્યક્ષતામાં મંત્રાલય સ્તરે બહુપક્ષીય ચર્ચા થવાની હતી, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ સચિવ હર્ષ શ્રિંગલાએ કર્યું હતું. ગત વર્ષે પૂર્વી લદ્દાખમાંલાઇન ઓફ એકચુંયલ કંટ્રોલ લાઇન નજીક ભારતીય સેના પર થયેલા હિંસક હુમલા બાદ ચીનને એક મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે.

અન્ય તમામ દેશોના પ્રધાનો હાજર રહ્યાં

વિદેશ પ્રધાનની ગેરહાજરીમાં ભારતનું વલણ મહત્વનું રહ્યું હતું કારણ કે બેઠકમાં અન્ય તમામ સભ્ય દેશોના પ્રધાનો હાજર હતા. શ્રિંગલાએ પોતાના ભાષણમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારી વચ્ચે વૈશ્વિક નબળાઈઓ અને ભૂલો જાહેર થઈ છે. તેમણે કહ્યું, “સંયોજિત વૈશ્વિક પ્રતિક્રિયામાં વિલંબથી બહુપક્ષીય વ્યવસ્થાની નબળાઈ જાહેર થઈ છે જે આજે દેખાય છે. તેમાં વિસ્તૃત પરિવર્તનની આવશ્યકતા સ્પષ્ટ થઈ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેમણે કહ્યું કે રોગચાળાએ વૈશ્વિક સપ્લાય ચેનથી લઈને અસમાન રસી વિતરણ સુધીની ભૂલો કરી હતી અને વૈશ્વિક સહકાર અને મજબૂત બહુપક્ષીકરણની આવશ્યકતા સમજાવી છે.

જયશંકર અત્યાર સુધીની તમામ બેઠકોમાં હાજર

ભારત જાન્યુઆરીમાં યુએનએસસી(UNSC ) માં અસ્થાયી સભ્ય તરીકે જોડાયા હતા અને ત્યારબાદ જયશંકર જાન્યુઆરીમાં ટ્યુનિશિયા, ફેબ્રુઆરીમાં બ્રિટન અને એપ્રિલમાં વિયેટનામની અધ્યક્ષતામાં હતા ત્યારે મંત્રીમંડળની બેઠકોમાં હાજરી આપી હતી. ચીન હવે વધુ બે બેઠકો યોજાશે, એક આફ્રિકા અને કોવિડ -19 થી રિકવરી પર અને એક શાંતિ રક્ષકોની સુરક્ષા સુધારવા અંગે. કોવિડ -19 ના રોગચાળાને કારણે કાઉન્સિલની અનેક બેઠકોનું વર્ચ્યુઅલાઈઝેશન કરવામાં આવ્યું છે.

Next Article