ચીનને લઈ અમેરિકાની કડક કાર્યવાહી, Huaweiના કર્મચારીઓ પર લગાવ્યો આ પ્રતિબંધ

|

Sep 24, 2020 | 3:03 PM

દુનિયાભરમાં ડેટા સિક્યુરીટીને લઈ ચીની કંપનીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેત્તરમાં જ ભારતે ચીનની 59 ચાઈનીઝ એપ્લીકેશનને બંધ કર્યા પછી અમેરિકાએ હુવાવે (Huawei) પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે અમેરિકી વિદેશ વિભાગે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને હુવાવેના ઘણા કર્મચારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે અમેરિકી […]

ચીનને લઈ અમેરિકાની કડક કાર્યવાહી, Huaweiના કર્મચારીઓ પર લગાવ્યો આ પ્રતિબંધ

Follow us on

દુનિયાભરમાં ડેટા સિક્યુરીટીને લઈ ચીની કંપનીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેત્તરમાં જ ભારતે ચીનની 59 ચાઈનીઝ એપ્લીકેશનને બંધ કર્યા પછી અમેરિકાએ હુવાવે (Huawei) પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે અમેરિકી વિદેશ વિભાગે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને હુવાવેના ઘણા કર્મચારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગ માનવાધિકાર હનન માટે જવાબદાર વ્યક્તિઓ પર વીઝા પ્રતિબંધ લગાવશે. જેમાં ચીની આઈટી કંપની હુવાવેના કર્મચારી પણ સામેલ છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે તાજેત્તરમાં બ્રિટને પણ ચીની કંપની હુવાવે પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનની સરકારે હુવાવે 5જી નેટવર્કને 31 ડિસેમ્બર પછી પ્રતિબંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રીએ પણ આ નિર્ણયના વખાણ કર્યા હતા. તેમને કહ્યું કે બ્રિટેન તે દેશોના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, જે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અવિશ્વસનીય વિક્રેતાઓની સામે ઉભું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે US FCCએ હુવાવે અને ZTEને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. અમેરિકાએ પોતાના યૂનિવર્સલ સર્વિસ ફંડ પ્રોજેક્ટ માટે સપ્લાયર તરીકે તેની પર પ્રતિબંધ લગાવી દીધો છે. હુવાવે અને ZTEના કથિત રીતે ચીની સેના અને ગુપ્ત વિભાગ સાથે સંબંધ બતાવવામાં આવ્યા છે. અમેરિકી એજન્સી ફેડરલ કોમ્યુનિકેશન કમિશન દેશની તમામ કોમ્યુનિકેશન ટેક્નોલોજીને રેગ્યુલેટ કરે છે. FCC તરફથી આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી નેટવર્ક્સના સુરક્ષા ખતરાને જોતા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:31 pm, Wed, 15 July 20

Next Article