ચીનની ‘હરકતો’થી દુનિયા પરેશાન, યુએનના માનવાધિકાર વડાએ ‘ઉઇગુર’ કેસમાં નીતિ પર પુનર્વિચાર કરવા કહ્યું

|

May 29, 2022 | 3:22 PM

UN on China's Uyghur Policy: યુએન માનવાધિકારના વડા મિશેલ બેચેલેટ ચીનની મુલાકાતે છે, જે દરમિયાન તે શિનજિયાંગ પણ ગઈ હતી. તેમણે ઉઇગરોના મામલે ચીન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે.

ચીનની હરકતોથી દુનિયા પરેશાન, યુએનના માનવાધિકાર વડાએ ઉઇગુર કેસમાં નીતિ પર પુનર્વિચાર કરવા કહ્યું
યુએનના માનવાધિકાર વડાએ ઉઇગર કેસમાં ચીન સામે ચિંતા વ્યક્ત કરી છે
Image Credit source: AFP

Follow us on

યુએન માનવાધિકારના વડા મિશેલ બેચેલેટે (UN Michelle Bachelet)શનિવારે જણાવ્યું હતું કે તેણે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં ઉઇગુર અને અન્ય મુસ્લિમ બહુમતી જૂથો પર લાગુ આતંકવાદ વિરોધી અને કટ્ટરપંથી પગલાંની અસર અંગે ચીની સત્તાવાળાઓ સાથે ચિંતા વ્યક્ત કરી છે. ચીનની છ દિવસની મુલાકાતના ભાગરૂપે શિનજિયાંગની (China Xinjiang) મુલાકાત લેનાર બેચેલેટે કહ્યું કે આ મુલાકાત કોઈ તપાસ માટે નથી પરંતુ ચીનના વરિષ્ઠ નેતાઓ સાથે ચિંતા વ્યક્ત કરવાની તક છે.

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા હેઠળ તેની જવાબદારીઓને પૂર્ણ કરવામાં અને વધુ નિયમિત સંવાદનો માર્ગ મોકળો કરવા માટે ચીનને ટેકો આપવાની પણ આ એક તક હતી, એમ તેમણે જણાવ્યું હતું. પ્રવાસના છેલ્લા દિવસે તેમણે વીડિયો દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, આ મુલાકાતથી મને ચીનની સ્થિતિને વધુ સારી રીતે સમજવાની તક મળી. તે ચીની અધિકારીઓને અમારી ચિંતાઓને વધુ સારી રીતે સમજાવવાની અને સંભવિતપણે એવી નીતિઓ પર પુનર્વિચાર કરવાની તક પૂરી પાડે છે કે જે અમે માનીએ છીએ કે માનવ અધિકારોને નકારાત્મક અસર કરી શકે છે.

ચીન આ આરોપોને નકારે છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી શિનજિયાંગમાં માનવાધિકાર ઉલ્લંઘન અંગેના તમામ અહેવાલોને નકારી રહી છે. ચીને સંકેત આપ્યો છે કે તે તેની નીતિઓમાં ફેરફાર નહીં કરે. યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્સ તરીકે 17 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેનાર બેચેલેટે જણાવ્યું હતું કે તેણે અટકાયત શિબિરોની વ્યવસ્થાને જોવા માટે સ્વતંત્ર ન્યાયિક દેખરેખના અભાવની નોંધ લીધી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ અટકાયત શિબિરોમાં 10 લાખથી વધુ ઉઇગુર અને અન્ય વંશીય લઘુમતીઓને રાખવામાં આવ્યા છે.

ચીન પશ્ચિમી દેશોને દોષી ઠેરવે છે

ચીનના ઉપ વિદેશ મંત્રી મા ઝાઓક્સુને ટાંકીને એક નિવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક પશ્ચિમી દેશો અને ચીન વિરોધી તત્વો જાણીજોઈને માનવાધિકારના નામે શિનજિયાંગ મુદ્દાને સનસનાટીભર્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ચીનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે કટ્ટરપંથને રોકવાના પ્રયાસોના ભાગરૂપે કાયદાકીય જોગવાઈઓ લાગુ કરી છે. ચીની પક્ષે નોંધ્યું હતું કે શિનજિયાંગનો મુદ્દો માનવ અધિકાર સાથે સંબંધિત નથી, પરંતુ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા સાથે સંબંધિત છે, નિવેદનમાં જણાવાયું છે. ચીને ઘણીવાર કહ્યું છે કે તે કટ્ટરપંથી રોકવા માટે આ શિબિરોમાં રહેતા લોકોને વ્યાવસાયિક તાલીમ આપે છે. સરકારે ક્યારેય જાહેરમાં કહ્યું નથી કે આ કેમ્પમાં અત્યાર સુધીમાં કેટલા લોકો રહ્યા છે.

Published On - 3:22 pm, Sun, 29 May 22

Next Article