ઇટલીમાં વસવાનો અનોખો મોકો, આ વિસ્તારમાં રહેવા બદલ સરકાર તમને ચૂકવશે 24 લાખ રૂપિયા

|

Jul 19, 2021 | 6:10 PM

આ મિશન માટે કુલ $8, 29,000 લગભગ (6 કરોડ 21 લાખ) નું ભંડોળ એકત્ર કરવામાં આવ્યુ છે. નવા રહેવાસીઓને આકર્ષવા માટે નવી હોટલ, રેસ્ટોરંટ્સ અને વેપાર સ્થાપવા માટે ગ્રાન્ટ પણ આપવામાં આવશે

ઇટલીમાં વસવાનો અનોખો મોકો, આ વિસ્તારમાં રહેવા બદલ સરકાર તમને ચૂકવશે 24 લાખ રૂપિયા
Italian government will pay you 24 lakh rupees for living in this area

Follow us on

COVID-19 ના કારણે મહિનાઓ સુધી આતંરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ રહ્યા બાદ હવે ધીરે ધીરે કરીને સ્થિતી સામાન્ય બની રહી છે. તેવામાં હવે ઇટાલીના (Italy) કેલેબ્રીયામાં (Calabria) ત્રણ વર્ષ માટે જનાર પ્રવાસીઓને $33,000 (લગભગ 24.67 લાખ) જેટલી રકમ આપવામાં આવશે. મોટેભાગે તમે લોકોને લાખો રૂપિયા ખર્ચીને વિદેશમાં સ્થાયી થતા જોયા હશે પરંતુ ઇટલી લોકોને પોતાના દેશમાં વસવા માટે લાખો રૂપિયા ચૂકલી રહ્યુ છે જો તમે પણ ત્યાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે આ લેખને ધ્યાનથી વાંચવાની જરૂર છે.

આ મિશન માટે કુલ $8, 29,000 લગભગ (6 કરોડ 21 લાખ) નું ભંડોળ એકત્ર કરવામાં આવ્યુ છે. નવા રહેવાસીઓને આકર્ષવા માટે નવી હોટલ, રેસ્ટોરંટ્સ અને વેપાર સ્થાપવા માટે ગ્રાન્ટ પણ આપવામાં આવશે

શું છે શરતો ?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જવાની ઇચ્છા રાખનારે ત્યાં કોઇ નાનો વેપાર સ્થાપવો પડશે અથવા તો તે ગામ દ્વારા તૈયાર કરવામાં આવેલી લિસ્ટમાં જે પણ વ્યવસાયનો ઉલ્લેખ છે તેમાંથી કોઇ પસંદ કરવી પડશે અને તેમાં ભાગીદારી અથવા તો જોબ કરવી પડશે. સાથે જ 40 વર્ષથી ઓછી વયના લોકો માટે જ આ ઓફર રાખવામાં આવી છે. જે પણ લોકોની પસંદગી આ માટે કરવામાં આવશે તેમણે 90 દિવસની અંદર કેલેબ્રિયા જતુ રહેવું પડશે

 

યોજનાનો મૂળ હેતુ શું છે ?

આ યોજના નવા રહેવાસીઓ અને વ્યવસાયો સાથે જે-તે વિસ્તારને પુનર્જીવિત કરવા માટે જાહેર કરવામાં આવી છે. ઇટલીના લુપ્ત થઇ રહેલા ગ્રામ્ય જીવનને પુનર્જીવિત કરવા માટે સ્થાનિક સરકાર પ્રયત્નો કરી રહી છે આ યોજના હેઠળ કુલ 9 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં વસ્તી ઓછી થઇ રહી છે.

 

કયાં કયાં ગામડાંઓનો સમાવેશ છે ?

Albidona
Aieta
Bova
Caccuri
Santa Severina
San Donato di Ninea
Civita
Sant’Agata del Bianco
Samo and Precacore

 

આ પણ વાંચો – Neha Dhupia ફરીથી બનવા જઈ રહી છે માતા, બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને ચાહકોને આપ્યા સારા સમાચાર

આ પણ વાંચો – Tokyo Olympic 2020 : શું તમે જાણો છો ઓલિમ્પિક્ની પાંચ રિંગ્સનો અર્થ ? અને જાણો તેના તથ્યો વિશે

Next Article