UN હ્યુમન રાઇટ્સના વડાએ કર્યો ખુલાસો, તાલિબાન દ્વારા નિયંત્રિત વિસ્તારોમાંથી મળ્યા બરબરતાના અહેવાલો

|

Aug 24, 2021 | 9:29 PM

યુનાઇટેડ નેશન્સ (UN)ના માનવ અધિકારોના વડા મિશેલ બેશલેટએ તાલિબાન વિશે મોટો ખુલાસો કર્યો છે. મિશેલ બેશલેટે કહ્યું કે, તેણીએ અફઘાનિસ્તાનમાં તાલિબાન-અંકુશિત વિસ્તારોમાં બરબરતાના અહેવાલોની "પુષ્ટિ" કરી છે.

UN હ્યુમન રાઇટ્સના વડાએ કર્યો ખુલાસો, તાલિબાન દ્વારા નિયંત્રિત વિસ્તારોમાંથી મળ્યા બરબરતાના અહેવાલો
United Nations (UN) human rights chief Michelle Bachelet (file photo)

Follow us on

યુનાઇટેડ નેશન્સ (UN)ના માનવ અધિકારોના વડા મિશેલ બેશલેટએ તાલિબાન વિશે મોટો ખુલાસો કર્યો છે. મિશેલ બેશલેટે કહ્યું કે, તેણીએ અફઘાનિસ્તાનમાં તાલિબાન-અંકુશિત વિસ્તારોમાં નિર્દયતાના અહેવાલોની “પુષ્ટિ” કરી છે. જેમાં નાગરિકો અને સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક મોતની સજા અને મહિલાઓ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

તેમણે માનવાધિકાર પરિષદને (human rights council) અફઘાનિસ્તાનમાં લોકોના અધિકારોને લગતી પરિસ્થિતિ પર નજર રાખવા માટે “સાહસિક અને નક્કર પગલાં” લેવાની વિનંતી કરી. બેશલેટે જણાવ્યું હતું કે, માનવાધિકાર ભંગના અહેવાલોની તપાસ કરવા માટે કડક કાર્યવાહી થવી જોઈએ અને યુદ્ધગ્રસ્ત દેશ પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બગાડવું જોઈએ નહીં. તેમણે કહ્યું, “આ નાજુક સમયે, અફઘાનિસ્તાનના લોકો તેમના અધિકારોની રક્ષા માટે માનવ અધિકાર પરિષદ તરફ જોઈ રહ્યા છે.”

છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

તેમણે વધુમાં કહ્યું હતું કે, “હું કાઉન્સિલને વિનંતી કરું છું કે અફઘાનિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિની નજીકથી દેખરેખ રાખવા માટે સમર્પિત મિકેનિઝમ સ્થાપિત કરીને સાહસિક અને નક્કર પગલાં લેવામાં આવે.” તે જ સમયે, તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક મોતની સજા આપવાનું કામ કરી રહ્યું છે.

જેમણે હથિયારો મૂકી દીધા છે, બાળ સૈનિકોની ભરતી કરી છે, મહિલાઓને મુક્તપણે ફરવા પર અને છોકરીઓ શાળાએ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર દમન કરવામાં આવી રહ્યો છે.

ભયને કારણે અફઘાનીઓ છુપાયા

યુનાઇટેડ નેશન્સને માહિતી પૂરી પાડતી નોર્વેજીયન ખાનગી ગુપ્તચર એજન્સીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, તાલિબાને પૂર્વી અફઘાનિસ્તાન સરકાર અને અમેરિકાની આગેવાની હેઠળના દળો માટે કામ કરતા લોકોને બ્લેકલિસ્ટ કર્યા હતા. ઘણા અફઘાનો ભયને કારણે છુપાઈ રહ્યા છે. કાબુલ પર તાલિબાનના કબજા બાદ માનવાધિકારની ચિંતા અને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું વિશેષ સત્ર યોજવામાં આવ્યું છે.

(ઇનપુટ-ભાષા)

અફઘાનિસ્તાનની સ્થિતિ પર 7 દેશમાં થશે ચર્ચા

 અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ફસાયેલા વિશ્વના ઘણા દેશોના લોકોને સતત બચાવવામાં આવી રહ્યા છે. અમેરિકા માટે અફઘાનિસ્તાન છોડવાનો સમય હવે માત્ર થોડા દિવસોનો છે. જે બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનો રાજ્યાભિષેક થશે. અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ તાલિબાન શાસન શરૂ થશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું વિશ્વના મોટા દેશો તાલિબાન સરકારને માન્યતા આપશે. ચીન, રશિયા અને પાકિસ્તાને પોતાનું સ્ટેન્ડ લગભગ સાફ કરી દીધું છે. ભારત માત્ર રાહ જોશે. દરમિયાન, G-7 દેશોએ અફઘાન સંકટ પર તાકીદની બેઠક બોલાવી છે.

આ પણ વાંચો: Bhavnagar: પોલીસે બે શખ્સોની પિસ્તોલ તેમજ દેશી તમંચા સાથે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મમલો

Published On - 9:26 pm, Tue, 24 August 21

Next Article