UNમાં ભારતનો પ્રસ્તાવ મંજૂર, આ દિવસે આખું વિશ્વ ઉજવશે ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ’
ભારતમાં ચા એક એવું પીણું છે કે લોકો તેને ફ્રેશ થવા માટે પીએ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે એક સિફારીશ કરી હતી જેને સ્વીકારી લેવાઈ છે. 21મેના દિવસે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી અને તેને યુએનમાં સ્વીકારી લેવાઈ છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંગઠનની બેઠકમાં આ પ્રસ્તાવ ભારતે આપ્યો હતો. Web […]
ભારતમાં ચા એક એવું પીણું છે કે લોકો તેને ફ્રેશ થવા માટે પીએ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે એક સિફારીશ કરી હતી જેને સ્વીકારી લેવાઈ છે. 21મેના દિવસે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી અને તેને યુએનમાં સ્વીકારી લેવાઈ છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંગઠનની બેઠકમાં આ પ્રસ્તાવ ભારતે આપ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO: મોંઘવારીનો બેવડો માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો
આ પહેલાં પણ ભારત યોગ દિવસ માટે પ્રસ્તાવ માગી ચૂક્યું છે. જેમાં ભારતના પ્રસ્તાવને મંજૂરી મળી હતી અને 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ 15 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતો હતો પણ જે દેશ ચાનું ઉત્પાદન કરે છે તે દેશ જ આ દિવસની ઉજવણી કરતાં હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શા માટે 21 મેના દિવસની જ કરાઈ પસંદગી?
સંયુક્ત રાષ્ટ્રે યુએનના તમામ સદસ્ય દેશોથી, આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સંગઠનોથી અપીલ કરી છે કે તેઓ દર વર્ષે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવે. મે મહિનામાં ચાનું સૌથી વધારે ઉત્પાદન આખા વિશ્વમાં થાય છે અને તેના લીધે આ મહિનાની પસંદગી કરવામાં આવી છે.