AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : યુદ્ધ વચ્ચે રશિયન સૈનિકોની સામે જઇ એકલી ઉભી રહી મહિલા, કહ્યુ – આ બીજ ખિસ્સામાં રાખો જેથી તમારા મૃત્યુ બાદ સૂર્યમુખી ખીલી શકે

યુદ્ધની વચ્ચે, એક યુક્રેનિયન મહિલાએ એકલા હાથે રશિયન સૈનિકનો સામનો કર્યો. તેણે તેને બીજ આપ્યું અને કહ્યું કે તેને તમારા ખિસ્સામાં રાખો, જેથી તમારા મૃત્યુ પછી સૂરજમુખી ખીલી શકે.

Video : યુદ્ધ વચ્ચે રશિયન સૈનિકોની સામે જઇ એકલી ઉભી રહી મહિલા, કહ્યુ - આ બીજ ખિસ્સામાં રાખો જેથી તમારા મૃત્યુ બાદ સૂર્યમુખી ખીલી શકે
Ukrainian woman confronts Russian soldier amid Ukraine Russia war
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 2:59 PM

Russia Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે યુક્રેનમાં રહેતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેની બહાદુરીના ખૂબ વખાણ કરી રહ્યા છે. સ્ત્રી રશિયન સૈનિક પાસે એકલી ઊભી રહી અને તેને સૂર્યમુખીના બીજ આપવા લાગી. તેણે કહ્યું કે તેને તમારા ખિસ્સામાં રાખો, જેથી જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે સૂર્યમુખી ખીલે. મહિલાએ ગુરુવારે યુક્રેન પર રશિયાના હુમલાનો વિરોધ કર્યો હતો. આ યુદ્ધનો પહેલો દિવસ છે, જ્યારે રશિયાએ યુક્રેનના અનેક શહેરોમાં બોમ્બમારો કર્યો છે.

યુક્રેનનું કહેવું છે કે પહેલા દિવસે નાગરિકો સહિત 137 લોકોના મોત થયા છે, જેમાં 10 સૈન્ય અધિકારીઓ પણ સામેલ છે. વીડિયોમાં મહિલાને કહેતી સાંભળી શકાય છે, ‘તમે કોણ છો?’ ત્યારે જ સૈનિક કહે છે, ‘અમારે અહીં અભ્યાસ કરવાનો છે. મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ.’ સ્ત્રી તેને કહે છે, ‘કેવો અભ્યાસ ? તમે રશિયન છો ?’ તો સૈનિકે ‘હા’ જવાબ આપ્યો. આનાથી મહિલા ગુસ્સે થઈ જાય છે અને કહે છે, ‘તો પછી તમે અહીં શું કરો છો?’

અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!
કરોડો રુપિયાનો માલિક મોહમ્મદ સિરાજનો આવો છે પરિવાર

મહિલા સૈનિકના આ શબ્દો સાંભળીને કહે છે, ‘તમે આક્રમણકારી છો, ફાસીવાદી છો! તમે આ બધી બંદૂકો સાથે અમારી જમીન પર શું કરી રહ્યા છો? આ બીજ તમારી સાથે રાખો અને તમારા ખિસ્સામાં મૂકો, જેથી જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે સૂર્યમુખી (યુક્રેનનું રાષ્ટ્રીય ફૂલ) ખીલી શકે. આના પર સૈનિકે કહ્યું, ‘આપણી વાતચીતથી અત્યારે કંઈ થશે નહીં. મહેરબાની કરીને પરિસ્થિતિને વધારશો નહીં.’ આ પછી મહિલાએ કહ્યું, ‘તમે મારી જમીન પર આવ્યા છો. તમે સમજી રહ્યા છો ? તમે આક્રમણકર્તા છો તમે દુશ્મન છો.” આનો પણ રશિયન સૈનિક હામાં જવાબ આપે છે.

કિવ સ્થિત સ્વતંત્ર મીડિયા ચેરિટી ઇન્ટરન્યૂઝ યુક્રેન દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ત્યારથી લાખો લોકો તેને સોશિયલ મીડિયા પર જોઈ ચૂક્યા છે. એક ટ્વિટર યુઝરે કહ્યું, ‘યુક્રેનમાં આગળના દિવસો અને રાત લાંબા અને મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ આ મહિલાની ભાવના બતાવે છે કે બધું એટલું સરળ નથી જેટલું પુતિને વિચાર્યું હતું.

આ પણ વાંચો –

War Effect on India : યૂક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની ભારત અને તમારા ખિસ્સા પર પડશે શું અસર ? વાંચો રિપોર્ટ

આ પણ વાંચો –

Russian-Ukraine Crisis: આત્મસમર્પણ કરવાનો ઈન્કાર કરનારા 13 યુક્રેનિયન સૈનિકોને, રશિયન સૈનિકોએ મારી નાખ્યા

g clip-path="url(#clip0_868_265)">