Ukraine Russia War: યુક્રેને ચીનના વિદ્યાર્થીઓને હાંકી કાઢતા યુક્રેન પર ચીન થયું ગુસ્સે

|

Mar 01, 2022 | 11:14 AM

અત્યારે ચીન યુક્રેનમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓને બચાવવાના રસ્તાઓ શોધી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

Ukraine Russia War: યુક્રેને ચીનના વિદ્યાર્થીઓને હાંકી કાઢતા યુક્રેન પર ચીન થયું ગુસ્સે
XI Jinping (File Image)

Follow us on

યુક્રેન (Ukraine) માં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત (India) સરળતાથી બહાર કાઢી રહ્યું છે, પરંતુ ત્યારે ચીન (China) જ ભારત પર ખાર રાખતું હતું. અત્યારે ચીનના જ વિદ્યાર્થીઓને યુક્રેને હાંકી કાઢતા યુક્રેન પર ચીન ગુસ્સે થયું છે. અત્યારે ચીન યુક્રેનમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓને બચાવવાના રસ્તાઓ શોધી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

યુક્રેનમાં ફસાયેલા ચીનના 6,000થી વધુ વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢવાના વિલંબના વિવાદ વચ્ચે, ચીન પૂર્વ યુક્રેનમાં તેના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તેમને સુરક્ષિત સ્થાનો પર મોકલવાનું આયોજન કરી રહ્યું છે. ચીન વિદ્યાર્થીઓને બચાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સનું પણ આયોજન કરી રહયું છે.

ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે –

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે, ”ચીને ઇમરજન્સી કોઓર્ડિનેશન સિસ્ટમ શરૂ કરી છે, અને ચીની નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષો સાથે ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ઉપરાંત, યુક્રેનમાં ચીની દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનના કિવ સ્થિત દૂતાવાસમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ચીની નાગરિકોને બહાર કાઢવા માટે અનેક યોજનાઓ પર પણ વિચાર ચાલુ છે. યુક્રેનમાં ચીનના રાજદૂત ફેન જિયાનરોંગે એક વિડિયોમાં એ અફવાઓનું ખંડન કર્યું છે કે તે યુક્રેન છોડી ચૂકયા છે.

દૂતાવાસના કર્મચારીનું નિવેદન આવ્યું સામે –

દૂતાવાસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “યુક્રેનની પરિસ્થિતિને જોતા, સૌથી પહેલા ચીની નાગરિકોને આશ્વાસ્ત કરાયા છે અને તેમની ચિંતા ઓછી કરવી પડશે.”

મિસાઇલ હુમલા અને બોમ્બ ધડાકાની ધમકી –

ચીની દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ”યુક્રેન એરસ્પેસ હાલમાં ચુસ્ત નિયંત્રણ હેઠળ છે તેમજ મિસાઈલ હુમલા અને બોમ્બ ધડાકાનો પણ ખતરો છે. જો કે અમે વિકલ્પો જોઈ રહ્યા છીએ અને સુરક્ષાના મુદ્દાઓનું નિરાકરણ આવતા જ અમે તરત જ ઈવેક્યુએશન પ્લાન શરૂ કરીશું.”

 

આ પણ વાંચો – Maha Shivratri 2022: મહા શિવરાત્રીના દિવસે આ મંત્રોનો જાપ કરો, જીવનના તમામ દુ:ખ દૂર થશે

આ પણ વાંચો – Maha Shivratri 2022 : મહાદેવના પ્રિય આ વસ્તુઓ ઝેર નહીં, અમૃત સમાન છે

આ પણ વાંચો – Maha Shivratri 2022: આજે મહાશિવરાત્રીના દિવસે ભુલથી પણ ન કરો આ ભુલ, જાણો શું છે નિયમ

 

Next Article