બ્રિટિશ PM બોરિસ જોન્સન ભારત મુલાકાત દરમિયાન આવશે ગુજરાત, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

જોન્સનની (Boris Johnson)આ પ્રથમ ભારત મુલાકાત હશે. અગાઉ બે વખત તેમની ભારત મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના રોગચાળાને કારણે તે રદ કરવું પડ્યું હતુ.

બ્રિટિશ PM બોરિસ જોન્સન ભારત મુલાકાત દરમિયાન આવશે ગુજરાત, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
PM boris johnson (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 9:37 AM

બ્રિટિશ  (Britain) વડાપ્રધાન બોરિસ જોન્સન  (PM Boris Johnson)આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન બંને પક્ષો તેમના સંબંધોને વધુ મજબૂત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બોરિસ જોન્સન વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે નવેમ્બરમાં ગ્લાસગો સમિટ દરમિયાન થઈ હતી. યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન 21-22 એપ્રિલ દરમિયાન તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે ભારત આવશે.તમને જણાવી દઈએ કે, તેઓ 21 એપ્રિલે ગુજરાતની મુલાકાત લેશે અને 22 એપ્રિલે PM મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.

આ મુદ્દાઓ પર થશે ચર્ચા

નવી દિલ્હીમાં, બોરિસ જોન્સન ઈન્ડો-પેસિફિકમાં ગાઢ ભાગીદારી અને સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)સાથે વાત કરશે. આ મુલાકાત ગુરુવારે 21 એપ્રિલ અમદાવાદથી શરૂ થશે અને મુખ્ય ઉદ્યોગોને મળવા અને UK અને ભારત વચ્ચેના વ્યાપાર અને લોકો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે. ગુજરાતમાં જોન્સન નવા વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજી પ્રોજેક્ટ તેમજ યુનાઇટેડ કિંગડમ અને ભારતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણોની (Investment) જાહેરાત કરે તેવી અપેક્ષા છે. બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર જોન્સન ભારતની આગામી મુલાકાતનો ઉપયોગ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોને આગળ વધારવા માટે કરશે જે દ્વિપક્ષીય વેપારને 2035 સુધીમાં વાર્ષિક 28 બિલિયન પાઉન્ડ (USD 36.5 બિલિયન) સુધી વધારવાની અપેક્ષા છે.

UKએ ભારતને G7માં આમંત્રણ આપ્યું

2021 ઈન્ટીગ્રેટેડ રિવ્યૂમાં ભારતને યુકે માટે પ્રાથમિકતા સંબંધ તરીકે ઓળખવામાં આવ્યું હતું અને ગયા વર્ષે કાર્બીસ બેમાં G7માં ગેસ્ટ તરીકે યુકે દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. યુકે- ભારતની વધતી અર્થવ્યવસ્થા સાથે ગ્રાહકો માટે મહત્ત્વની કોમોડિટીઝના ભાવમાં ઘટાડો કરવા માટે બ્રેક્ઝિટ પછીની બિઝનેસ તકોનો લાભ લઈ રહ્યું છે. ભારતીય કંપનીઓના રોકાણો પહેલાથી જ યુકેમાં 95,000 નોકરીઓને ટેકો આપે છે, જેને જાહેરાતો અને ભાવિ મુક્ત વેપાર સોદા દ્વારા વેગ મળવાની અપેક્ષા છે. બોરિસ જોન્સને વધુમાં કહ્યું કે, મારી ભારત મુલાકાત દરમિયાન રોજગાર, આર્થિક વિકાસથી લઈને ઉર્જા સુરક્ષા અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : પાકિસ્તાનની નાપાક હરકત: અફઘાનિસ્તાનના ખોસ્ત-કુનાર પ્રાંતમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 30થી વધુ લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">