લંડનની બેંકમાં હૈદરાબાદના નિઝામના અબજો રૂપિયા પર કોર્ટનો ચુકાદો…ભારતને મળશે હક, પાકિસ્તાને કર્યો હતો દાવો

|

Oct 02, 2019 | 1:01 PM

હૈદરાબાદના નિઝામના ફંડને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં બ્રિટેનની એક હાઈકોર્ટે ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ભારતના વિભાજન દરમિયાન નિઝામની લંડન ખાતે એક બેંકમાં જમા રકમને લઈ બંને દેશ વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. નિઝામના વંશજ પ્રિન્સ મુકર્રમ જાહ અને તેના નાના ભાઈ આ કેસમાં ભારત સરકાર સાથે હતા. દેશના વિભાજન દરમિયાન હૈદરાબાદના 7માં નિઝામ […]

લંડનની બેંકમાં હૈદરાબાદના નિઝામના અબજો રૂપિયા પર કોર્ટનો ચુકાદો...ભારતને મળશે હક, પાકિસ્તાને કર્યો હતો દાવો

Follow us on

હૈદરાબાદના નિઝામના ફંડને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં બ્રિટેનની એક હાઈકોર્ટે ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ભારતના વિભાજન દરમિયાન નિઝામની લંડન ખાતે એક બેંકમાં જમા રકમને લઈ બંને દેશ વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. નિઝામના વંશજ પ્રિન્સ મુકર્રમ જાહ અને તેના નાના ભાઈ આ કેસમાં ભારત સરકાર સાથે હતા. દેશના વિભાજન દરમિયાન હૈદરાબાદના 7માં નિઝામ મીર ઉસ્માન અલી ખાનના લંડનની નેટવેસ્ટ બેંકમાં 8 કરોડ 87 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

આ પણ વાંચોઃ સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરનો બફાટ…પ્લાસ્ટિકની જગ્યાએ ગુજરાત મુક્ત ભારત કરી દીધું

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ રકમ અત્યારે વધીને 3 અરબ 8 કરોડ 40 લાખ રૂપિયા થઈ ચૂકી છે. આ ભારી રકમ પર બંને દેશ પોતાનો હક દર્શાવતા હતા. કેસની સુનાવણી દરમિયાન લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ માર્કસ સ્મિથે કહ્યું કે, હૈદરાબાદના 7મા નિઝામ ઉસ્માન અલી ખાન આ રકમના માલિક હતા. જે બાદ તેમના વારસદારો અને ભારત આ રકમના અધિકારી બનશે. હૈદરાબાદના તત્કાલીન નિઝામે 1948માં બ્રિટેનમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને આ રકમ મોકલી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતનું સમર્થન કરનારા નિઝામના વારસદાર આ રકમ પર પોતાનો હક દર્શાવે છે. જો કે પાકિસ્તાન પણ પોતાનો દાવો કરી રહ્યું છે. હૈદરાબાદના નિઝામની તરફથી પૉલ હેવિટે કહ્યું કે, અમને ખૂશી છે કે, કોર્ટે અમારા પક્ષમાં આ નિર્ણય આપ્યો છે. આ વિવાદ 1948થી ચાલી રહ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article