UAEએ PAKISTAN પાસે તત્કાલ માંગ્યા એક અરબ ડોલર, ઈમરાન ખાનને છૂટયો પરસેવો

|

Mar 12, 2021 | 6:14 PM

UAEએ PAKISTAN પાસે એક અરબ ડોલર તત્કાલ માંગતા ઈમરાન ખાનને પરસેવો છૂટી ગયો છે.

UAEએ  PAKISTAN પાસે તત્કાલ માંગ્યા એક અરબ ડોલર, ઈમરાન ખાનને છૂટયો પરસેવો

Follow us on

સંયુક્ત આરબ અમીરાત – UAEએ પાકિસ્તાનને તેના એક અબજ ડોલર (લગભગ 15720 કરોડ પાકિસ્તાની રૂપિયા) તાત્કાલિક પરત આપવા જણાવ્યું છે. UAEની આ માંગણી  બાદ પાકિસ્તાન સરકાર મુશ્કેલીમાં મુકાઇ છે અને વડાપ્રધાન ઈમરાન ખાનને પરસેવો છૂટી ગયો છે. આ રકમ પાકિસ્તાનની સ્ટેટ બેંકમાં જમા છે અને તેને પરત કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે. UAEએ આ નાણા એટલા માટે પાછા માંગ્યા છે કારણ કે આ નાણા પરિપાક થઈ ગયા છે અને તેને પરત કરવાની અવધિ પૂરી થઈ ગઈ છે. 

કરગરી રહ્યું છે પાકિસ્તાન 
પાકિસ્તાન સરકારના ઉચ્ચ અધિકારીઓ UAE અને  ખાસ કરીને ક્રાઉન પ્રિન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ત્યાંથી તેમને ધુત્કારવામાં આવી રહ્યાં  છે અને કોઈ જવાબ નથી મળી રહ્યો.  પાકિસ્તાન UAEને વિનંતી કરી રહ્યું છે કે આટલી મોટી રકમ પરત આપવી તે પાકિસ્તાનની આર્થિક સ્થિતિને નુકસાન  પહોંચાડશે.  પાકિસ્તાનનું આર્થિક દુઃખ સૌ કોઈ જાણે છે. પહેલેથી જ ભારે દેવા હેઠળ દબાયેલું  પાકિસ્તાન IMFથી લઈને વિવિધ સંસ્થાઓ અને દેશો પાસે વધુ લોન આપવાની માંગણી કરી રહ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દરેક પાકિસ્તાની પર રૂ.1,75,000 દેવું 
પાકિસ્તાનને કંગાળ બનાવવામાં કામે લાગેલા વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના દેશના નાગરિકોને દેવાની જાળમાં ફસાવી રહ્યા છે. તાજેતરમાં જ ઇમરાન ખાન સરકારે પાકિસ્તાનની સંસદમાં કબૂલાત કરી છે કે હવે દરેક પાકિસ્તાનીનું દેવું 1 લાખ 75 હજાર રૂપિયા છે. છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનીઓ પર આ દેવાનો ભાર વધી રહ્યો છે. જ્યારે ઇમરાને પાકિસ્તાનની સત્તા સંભાળી હતી, ત્યારે દેશના દરેક નાગરિક પર રૂ.120099નું દેવું હતું.

Published On - 6:13 pm, Fri, 12 March 21

Next Article