Train accident : પાકિસ્તાનમાં બે ટ્રેન સામસામે અથડાઈ, 30થી વધુના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના

|

Jun 07, 2021 | 9:53 AM

Train accident : અકસ્માત વહેલી પરોઢના 3.45 કલાકે થયો હતો. અકસ્માત થયાને કેટલાક કલાકો વિત્યા હોવા છતા, બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર ઘટના સ્થળે પહોચી શક્યુ નહોતુ.

Train accident : પાકિસ્તાનમાં બે ટ્રેન સામસામે અથડાઈ, 30થી વધુના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના
પાકિસ્તાનમાં બે ટ્રેન સામસામે અથડાઈ, 30થી વધુના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના

Follow us on

Train accident  : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા ટ્રેન અકસ્માતમાં ઓછામાં ઓછા 30 મુસાફરોના મૃત્યુ નિપજ્યા છે અને 50 જેટલા ધાયલ થયા છે. જો કે મૃત્યુઆક વધી શકે છે તેમ સત્તાવાળાઓ જણાવી રહ્યાં છે. આજે સવારે સિંધના દહરકી વિસ્તારમાં એક જ રેલ્વે ટ્રેક પર બે ટ્રેન સામસામે આવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. મિલ્લત એક્સપ્રેસ ટ્રેન, સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી જેના કારણે બન્ને ટ્રેનના ડબ્બાઓ, એકબીજી ટ્રેન ઉપર ખડી પડ્યા હતા. તો કેટલાક ડબ્બાઓ ચિરાઈ ગયા હતા.

અકસ્માતને પગલે, મિલ્લત એક્સપ્રેસના આઠ ડબ્બાઓ પાટા પરથી ખડી પડ્યા છે. સ્થાનિકોના જણાવ્યાનુંસાર અકસ્માત વહેલી પરોઢના 3.45 કલાકે થયો હતો. અકસ્માત થયાને કેટલાક કલાકો વિત્યા હોવા છતા, બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર ઘટના સ્થળે પહોચી શક્યુ નહોતુ. બન્ને ટ્રેનના ડબ્બાઓ અલગ કરવા માટેની હેવી મશીનરી પણ સમયસર પહોચી ના શકતા, મૃત્યુ આંક વધવાની ભીતી છે.

ઈજાગ્રસ્તોને આજુબાજુના ગ્રામ્યજનો દ્વારા ટ્રેકટર ટ્રોલીમાં નાખીને હોસ્પિટલ પહોચાડવામાં આવી રહ્યા છે. હજુ પણ કેટલાય મુસાફરો ટ્રેનના ડબ્બાઓમાં ફસાયેલા છે. જેમને ડબ્બા કાપીને જ બહાર કાઢી શકાય તેમ છે. સ્થાનિકોનું કહેવુ છે કે, વહીવટીતંત્રને આ સ્થળે પહોચતા હજુ પણ કલાકોનો સમય જશે. એક વાર બચાવ અને રાહત કામગીરી શરૂ થાય ત્યાર બાદ અકસ્માતને કારણે થયેલા જાનમાલના નુકસાન અંગેની સાચી વિગતો સામે આવી શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Published On - 9:23 am, Mon, 7 June 21

Next Article