Twitter ની મોટી જાહેરાત: ટ્રમ્પ 2024ની ચૂંટણી લડશે તો પણ શરુ નહીં થાય તેનું ટ્વિટર એકાઉન્ટ

|

Feb 11, 2021 | 11:48 AM

ટ્વિટર CFO નેડ સેગલે કહ્યું કે ટ્રમ્પ પર કાયમ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો તેઓ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે તો પણ આ પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.

Twitter ની મોટી જાહેરાત: ટ્રમ્પ 2024ની ચૂંટણી લડશે તો પણ શરુ નહીં થાય તેનું ટ્વિટર એકાઉન્ટ
ટ્રમ્પ - ટ્વિટર

Follow us on

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ટ્વિટર પર પાછું આવવું નામુમકીન નજર આવી રહ્યું છે. ટ્વિટરે એલાન કર્યું છે કે ટ્રમ્પ પર મુકાયેલો આ પ્રતિબંધ કોઈ પણ કિમતમાં હટાવવામાં નહીં આવે. CFO નેડ સેગલે કહ્યું કે જો ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે તો પણ આ બેન હટાવવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ બેન હમેશા માટે રહેશે.

નહીં થાય ફરી શરુ એકાઉન્ટ
એક ઈન્ટરવ્યું દરમિયાન CFO નેડ સેગલે કહ્યું કે જ્યારે કોઈને પ્લેટફોર્મથી હટાવવામાં આવે છે તો એ પૂરી રીતે હટાવવામાં આવે છે. પછી ભલે તમે વર્તમાનના મોટા નેતા જ કેમ ના હોવ. આ દરમિયાન તેમણે જણાવ્યું કે અમે ટ્રાન્સપરંસીમાં માનીએ છીએ. અને અમને લાગે છે કે આ મોટી વાત છે.

ગયા વર્ષે કરવામાં આવ્યું હતું બેન
ગયા વર્ષે અમેરિકામાં કેપિટલ હિલમાં થઇ રહેલી હિંસા બાદ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ફેસબુક અને ઈન્સ્ટામાં પણ હમેશા માટે બેન મુકવામાં આવ્યો હતો. જોકે ટ્રમ્પએ તાજેતરમાં ગૈબ પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. તેના પર તેઓ શેર પણ કરી રહ્યા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ
બીજી તરફ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ અઠવાડિયે તેની બીજી મહાભિયોગનો સામનો કરવો પડ્યો. આ પહેલી વાર છે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ઘણા સાંસદોએ ટ્રમ્પ સામે સતત નારાજગી વ્યક્ત કરી હતી અને સેનેટમાં ટ્રમ્પને સજા કરવાની અપીલ કરી હતી. જો કે, તેના વકીલે તેનો બચાવ કર્યો હતો. ટ્રમ્પ પર રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પલટાવવા માટે કેપિટલ હિલમાં હિંસક ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે.

Next Article