Turkey earthquake : વિનાશક ભૂકંપમાં તુર્કીમાં 1600 મોત, 2800 ઇમારતો જમીનદોસ્ત થઇ, સીરીયા-ઇઝરાયેલ-લેબેનોનમાં પણ આચંકા અનુભવાયા

|

Feb 06, 2023 | 3:59 PM

Turkey earthquake : તુર્કીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાન-માલનું ભારે નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Turkey earthquake :  વિનાશક ભૂકંપમાં તુર્કીમાં 1600 મોત, 2800 ઇમારતો જમીનદોસ્ત થઇ, સીરીયા-ઇઝરાયેલ-લેબેનોનમાં પણ આચંકા અનુભવાયા
તુર્કીમાં ભયાનક ભૂકંપ

Follow us on

Turkey earthquake :  દક્ષિણ તુર્કીમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, આ વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં તુર્કીમાં 1600 મોત અને સીરિયામાં 42 લોકોના મોત થયા છે. ભૂકંપમાં મોતનો આંકડો મોટો હોવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. તો તુર્કીમાં સાઉદી અરબ દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના સાત નાગરિકોના મોત થયા છે. ઓછામાં ઓછી 2800 ઇમારતો પણ ધરાશાયી થઇ છે. જાન-માલનું ભારે નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે 7 થી 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવે છે. ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે. જમીનની અંદર પાઈપો ફૂટી. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તબાહીનું દ્રશ્ય જોવા મળે છે. જમીન પર મોટી ઇમારતો દેખાય છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. 

તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણી એજન્સીઓ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમની અંદર લોકો દટાયા હોવાની પણ આશંકા છે. આ સિવાય ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સાયપ્રસ, લેબેનોન, ઈરાકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અગાઉ તુર્કી-ઈરાન બોર્ડર પર ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 આંકવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જે પ્રકારનો વીડિયો પોસ્ટ થઈ રહ્યો છે તે હેરાન કરનારા છે. લોકો અહીં અને ત્યાં દોડી રહ્યા છે. જમીન પર મોટી ઇમારતો દેખાય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સીરિયા, લેબનોન, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન અને સાયપ્રસ અને ઈરાક સુધી આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ 17.9 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ગાઝિયનટેપ શહેરની નજીક હતું.

(ઇનપુટ-ભાષાંતર)

 

Published On - 10:18 am, Mon, 6 February 23

Next Article