ભૂકંપ પછી સુનામી, રશિયાથી જાપાન સુધી વિનાશ, જુઓ ફોટા

સુનામીના મોજાઓએ સૌપ્રથમ કામચટકામાં વિનાશ સર્જ્યો. સુનામીના મોજાના કારણે સેવેરો-કુરિલ્સ શહેરના બંદર અને ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટમાં પાણી ભરાઈ ગયા છે. રશિયન સરકારે કહ્યું છે કે કિન્ડરગાર્ટનની એક ઇમારતને નુકસાન થયું છે, પરંતુ મોટાભાગની ઇમારતો સહી સલામત છે.

| Edited By: | Updated on: Jul 30, 2025 | 3:08 PM
4 / 5
સોશિયલ મીડિયા પર સુનામી સંબંધિત ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રચંડ ભૂકંપ પછી, ઓછામાં ઓછી 4 વ્હેલ માછલી દરિયાકાંઠે તણાઈ આવી હતી.  સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવ્યા પછી, જાપાનના હોક્કાઇડોમાં લોકો ઈમારતની છત પર ચઢી ગયા. અમેરિકા અને ફિલિપાઇન્સના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

5 / 5
રશિયાની સખાલિન સરકારે કહ્યું છે કે, 'ઉત્તરી કુરિલ જિલ્લામાં જ્યાં આજે સુનામી અને ભૂકંપ આવ્યો હતો ત્યાં કટોકટીની સ્થિતિ લાદવામાં આવી છે.'પૂર્વી રશિયાના ગવર્નરે લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની અપીલ કરી છે. આતંરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ મુજબ, સુનામીના મોજા 4 મીટર ઊંચા હતા અને ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ લાવી રહ્યા છે. ( તમામ તસવીરો સૌજન્ય-PTI )