Breaking News: “ડીલ માનો નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ તબાહ કરી દઈશું!” ટ્રમ્પની ઈરાનને નવી ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે, જો તેઓ નવી ડીલ નહીં સ્વીકારે તો અમેરિકા ઈરાનના તમામ પાવર પ્લાન્ટ અને પુલને તોડી પાડશે. ટ્રમ્પે ઈરાન પર સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, હવે નરમ વલણ રાખવાનો સમય પૂરો થઈ ગયો છે.

Breaking News: ડીલ માનો નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ તબાહ કરી દઈશું! ટ્રમ્પની ઈરાનને નવી ધમકી
| Updated on: Apr 19, 2026 | 7:49 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નવી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમારી ટીમ આવતીકાલે (સોમવારે) પાકિસ્તાનના ઈસ્લામાબાદ જઈ રહી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમણે નવી પારદર્શક અને ખાસ ડીલ રજૂ કરી છે. તેમણે કહ્યું કે, જો ઈરાનીઓ અત્યારે પણ આ ડીલ નહીં માને તો અમે તેમના પાવર પ્લાન્ટ અને પુલને તબાહ કરી દઈશું. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેહરાનને આ ધમકી આપી છે.

ઈરાને હોર્મુઝમાં ગોળીબાર કરીને સીઝફાયરનું ગંભીર ઉલ્લંઘન કર્યું: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ઈરાને ગઈકાલે હોર્મુઝની સામુદ્રધુનીમાં ગોળીબાર કર્યો. આ અમારા યુદ્ધવિરામ કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. આમાંથી ઘણી ગોળીઓ ફ્રાન્સના એક જહાજ અને બ્રિટનના એક ફ્રેટર (માલવાહક જહાજ) ને નિશાન બનાવીને ચલાવવામાં આવી હતી. આ સારી વાત નહોતી. મારા પ્રતિનિધિઓ પાકિસ્તાનના ઈસ્લામાબાદ જઈ રહ્યા છે, તેઓ આવતીકાલે સાંજે ત્યાં પહોંચશે, જ્યાં વાટાઘાટો થશે.”

તેમણે આગળ કહ્યું કે, “ઈરાને તાજેતરમાં જાહેરાત કરી કે, તેઓ હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી રહ્યા છે, જે વિચિત્ર છે કારણ કે અમારી નાકેબંધીએ તેને પહેલાથી જ બંધ કરી દીધી છે. તેઓ જાણ્યા વગર અમને મદદ કરી રહ્યા છે. બંધ માર્ગથી સૌથી વધુ નુકસાન દરરોજ આશરે 50 કરોડ ડોલરનું તેમને થઈ રહ્યું છે.”

“હોર્મુઝ બંધ થવાથી અમેરિકાને કોઈ નુકસાન નથી”

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “અમેરિકાને કંઈ જ નુકસાન થઈ રહ્યું નથી. તેના બદલે, ઘણા જહાજો અત્યારે અમેરિકા તરફ જઈ રહ્યા છે. આ બધું IRGC ની મહેરબાનીથી થઈ રહ્યું છે, જે હંમેશા “તાકાતવર” બનવાનો પ્રયાસ કરે છે. અમે એક ખૂબ જ નિષ્પક્ષ અને ઉચિત ડીલ રજૂ કરી રહ્યા છીએ. મને આશા છે કે, તેઓ તેને સ્વીકારી લેશે, કારણ કે જો નહીં કરે તો યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલને તબાહ કરી દેશે. NO MORE MR. NICE GUY! (હવે નરમ વલણ નહીં!) તેઓ ઝડપથી પતિત થશે, સરળતાથી પતિત થશે. જો તેઓ ડીલ સ્વીકારતા નથી, તો જે કરવું પડશે તે કરવું મારા માટે સન્માનની વાત હશે, જે છેલ્લા 47 વર્ષમાં બીજા રાષ્ટ્રપતિઓએ ઈરાન સાથે કરવું જોઈતું હતું. હવે ઈરાનની કિલિંગ મશીનને ખતમ કરવાનો સમય આવી ગયો છે.”

Breaking News: ઈરાન તો ભારતનું મિત્ર હતુ, તો પછી ભારતીય જહાજ પર કેમ કર્યું ફાયરિંગ? સબંધો થયા ખરાબ કે કોઈ બીજુ જ છે કારણ

Follow Us