
અમેરિકામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપની એન્થ્રોપિક (Anthropic) અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો વિવાદ હવે ખુલ્લા જંગમાં ફેરવાઈ ગયો છે. ટ્રમ્પે ફેડરલ એજન્સીઓને આ કંપનીની ટેકનોલોજીનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપીને આખા સિલિકોન વેલીને ચોંકાવી દીધું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તમામ અમેરિકન સરકારી એજન્સીઓએ એન્થ્રોપિકની સેવાઓ લેવાનું બંધ કરી દેવું જોઈએ. સરકારે આ માટે 6 મહિનાનો ‘ફેઝ-આઉટ’ સમય નક્કી કર્યો છે, જેથી સંરક્ષણ વિભાગ ધીમે-ધીમે આ ટૂલ્સ હટાવી શકે. ટ્રમ્પે કંપનીને ચેતવણી પણ આપી છે કે જો સહયોગ નહીં મળે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે.
અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે એન્થ્રોપિકને ‘સપ્લાય ચેઈન રિસ્ક ટુ નેશનલ સિક્યોરિટી’ જાહેર કરી છે. સામાન્ય રીતે આવું ટેગ વિદેશી પ્રતિસ્પર્ધી કંપનીઓ પર લગાવવામાં આવે છે. જો આ સંપૂર્ણપણે લાગુ થાય, તો અમેરિકી સેના સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો પણ આ કંપની સાથે કામ કરી શકશે નહીં.
વિવાદની જડમાં AI નો હથિયારોમાં ઉપયોગ છે:
આશ્ચર્યજનક રીતે, પ્રતિસ્પર્ધી કંપનીઓ પણ એન્થ્રોપિકના સમર્થનમાં આવી છે:
એન્થ્રોપિકે આ સરકારી કાર્યવાહીને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી છે. આ કાયદાકીય લડાઈ ભવિષ્યના ડિફેન્સ કોન્ટ્રાક્ટ અને AI ના નિયમો પર ઊંડી અસર પાડી શકે છે. એન્થ્રોપિકનું ‘ક્લોડ’ (Claude) મોડલ અત્યારે પણ ઘણી ગુપ્તચર એજન્સીઓના નેટવર્ક પર કાર્યરત છે, જે હવે જોખમમાં મુકાઈ શકે છે.