Philippine Shooting: ફિલિપાઈન્સની યુનિવર્સિટીમાં ફાયરિંગ, બંદૂકધારીએ વરસાવી આડેધડ ગોળીઓ, ત્રણ લોકોના થયા મોત

|

Jul 25, 2022 | 7:02 AM

ફિલિપાઈન્સની એક યુનિવર્સિટીમાં (philippines university shooting) રવિવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.

Philippine Shooting: ફિલિપાઈન્સની યુનિવર્સિટીમાં ફાયરિંગ, બંદૂકધારીએ વરસાવી આડેધડ ગોળીઓ, ત્રણ લોકોના થયા મોત
Firing at University of Philippines

Follow us on

ફિલિપાઈન્સની એક યુનિવર્સિટીમાં (philippines university shooting) રવિવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બે બંદૂકધારીઓએ ક્વિઝોન સિટીમાં એટેનિયો ડી મનિલા યુનિવર્સિટીના દરવાજા પાસે ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં માર્યા ગયેલા લોકોમાં દક્ષિણ બેસિલાન પ્રાંતના લેમિતાન શહેરના ભૂતપૂર્વ મેયર રોસિતા ફ્યુરીગેનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એલેક્ઝાન્ડ્રે ગેસમુન્ડો યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધવાના હતા. હુમલા સમયે તેઓ યુનિવર્સિટી જવા રવાના થયા હતા, ત્યારબાદ તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી. ક્વિઝોનના મેયર જોય બેલમોન્ટે હુમલાની નિંદા કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહીં જુઓ વીડિયો

આ ઘટના બાદ યુનિવર્સિટીએ પદવીદાન સમારોહ રદ્દ કરી દીધો

તે જ સમયે, આ ઘટના પછી, એટેનિયો ડી મનીલા યુનિવર્સિટીએ પદવીદાન સમારોહ રદ કર્યો. યુનિવર્સિટીએ વધુમાં જણાવ્યું હતું કે અમે ઘટનાનો સામનો કરવા માટે એટેનિયો પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના રેન્ટનમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના રવિવારે સવારે લગભગ 1 વાગ્યે બની હતી, જે બાદ આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ પહેલા શુક્રવારે અમેરિકાના પૂર્વ આયોવાના એક પાર્કમાં એક પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં શંકાસ્પદ બંદૂકધારીએ પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

(ભાષાના ઇનપુટ સાથે)

Next Article