બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ આતંક ચાલુ, ચટ્ટોગ્રામમાં ત્રણ મંદિરોમાં તોડફોડ

|

Nov 30, 2024 | 7:20 AM

નારા લગાવતા સેંકડો લોકોના એક જૂથે મંદિરો પર ઈંટો અને પથ્થરો ફેંક્યા હતા. જેનાથી શનિ મંદિરના દરવાજા અને અન્ય બે મંદિરોને નુકસાન થયું હતું. મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું. કોતવાલી પોલીસ સ્ટેશનના વડા અબ્દુલ કરીમે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે હુમલાખોરોએ મંદિરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કહ્યું, કે મંદિરોને બહુ ઓછું નુકસાન થયું છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ આતંક ચાલુ, ચટ્ટોગ્રામમાં ત્રણ મંદિરોમાં તોડફોડ
chattogram attack on temple

Follow us on

બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં શુક્રવારે સૂત્રોચ્ચાર કરતા ટોળાએ ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધાયા બાદ ચટ્ટોગ્રામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ હુમલો બંદર શહેરના હરીશ ચંદ્ર મુનસેફ લેનમાં બપોરે 2:30 વાગ્યે થયો હતો અને શાંતનેશ્વરી માતા મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબારી મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા.

બે મંદિરોના દરવાજાને થયું નુકસાન

મીડિયા રિપોર્ટ્સમાં મંદિરના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, નારા લગાવતા સેંકડો લોકોના સમૂહે મંદિરો પર ઈંટો અને પથ્થરો ફેંક્યા હતા. જેના કારણે શનિ મંદિર અને અન્ય બે મંદિરોના દરવાજાને નુકસાન થયું હતું. કોતવાલી પોલીસ સ્ટેશનના વડા અબ્દુલ કરીમે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે હુમલાખોરોએ મંદિરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કહ્યું કે, મંદિરોને બહુ ઓછું નુકસાન થયું છે.

બાંગ્લાદેશે તમામ લઘુમતીઓનું રક્ષણ કરવું જોઈએ

બાંગ્લાદેશમાં હિંસાની વધતી જતી ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ભારતે શુક્રવારે કહ્યું કે, વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના રક્ષણની જવાબદારી નિભાવવી જોઈએ. ભારતે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા હિંદુ નેતા ચિન્મય કૃષ્ણ દાસ સાથે સંબંધિત કેસને ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 30-11-2024
પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos

વિદેશ પ્રધાન એસ જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે, ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે અને લઘુમતીઓ સહિત તમામ નાગરિકોના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું બાંગ્લાદેશની પ્રાથમિક જવાબદારી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ

ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શેખ હસીનાના વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ભારત તે દેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. જયશંકરે કહ્યું કે લઘુમતીઓ સહિત બાંગ્લાદેશના તમામ નાગરિકોના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું બાંગ્લાદેશ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તેમણે કહ્યું કે ઢાકામાં ભારતીય હાઈ કમિશન બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે સંબંધિત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

રક્ષણ માટે તમામ પગલાં ભરવાનું સૂચન કર્યું

વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશને લઘુમતીઓના રક્ષણ માટે તમામ પગલાં ભરવાનું સૂચન કર્યું અને આશા વ્યક્ત કરી કે ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણ દાસ સાથે સંબંધિત કેસને ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતે બાંગ્લાદેશ સરકાર સમક્ષ હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓનો મુદ્દો સતત અને મજબૂત રીતે ઉઠાવ્યો છે.

Next Article