જેણે કાન પકડીને ઉઠક બેઠક કરી છે તે હોંશિયાર બન્યા છે, આવું અમેરિકા પણ સ્વીકારે છે! જાણો શું છે કારણ

|

Jun 20, 2022 | 8:02 PM

કાન પકડીને કરાતી ઉઠક બેઠક એ ખરેખર તો યોગની એક ખુબ જ ફાયદાકારક ટેકનિક છે. આપણા સ્કૂલ શિક્ષકો ખરેખર ખુબ જ જાણકાર હતા જેથી તેમણે શિક્ષા માટેની આ ટેકનિક અપનાવી હતી.

જેણે કાન પકડીને ઉઠક બેઠક કરી છે તે હોંશિયાર બન્યા છે, આવું અમેરિકા પણ સ્વીકારે છે! જાણો શું છે કારણ
International Yoga Day 2022

Follow us on

કાન પકડીને ઉઠક-બેઠક કરવી એ સજા નથી સુપર બ્રેઇન યોગ છે, અમેરિકાએ પણ અપનાવી ટેકનિક

આવતી કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) છે, દુનિયાભરના લોકો 21 જૂનના રોજ યોગ (Yoga) કરશે ત્યારે યોગના જૂદા જૂદા પ્રકાર આપણા શરીર પર ચમત્કારિક ફાયદા કરે છે તે પણ સૌ જાણે જ છે. જોકે અહીં એક એવી વાત જણાવવા જઈ રહ્યાં છીએ જે જાણીને તમને આશ્ચર્ય થશે. કેમ કે આપણે સ્કૂલમાં પનીસમેન્ટ તરીકે જે ઉઠબેસ કરતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેણે ઉઠક બેઠક કરી છે તે હોંશિયાર બન્યા છે. કાન પકડીને કરાતી ઉઠક બેઠક એ ખરેખર તો યોગની એક ખુબ જ ફાયદાકારક ટેકનિક છે. આપણા સ્કૂલ શિક્ષકો ખરેખર ખુબ જ જાણકાર હતા જેથી તેમણે શિક્ષા માટેની આ ટેકનિક અપનાવી હતી. વિદ્યાર્થીઓ માટે યાદશક્તિ એ ખુબ જ મહત્ત્વની બાબત ગણાય છે અને તેમની યાદશક્તિ વધે તેવું દરેક શિક્ષક અને વાલી ઇચ્છતા હોય છે ત્યારે બાળકોને શિક્ષા પણ એવી કરવી કે જે તેના માટે ફયદાકારક હોય તેવો અભિગમ આપણા શિક્ષકોએ અપનાવ્યો હતો. હવે અમેરિકામાં આ ટેકનિક ખુબ જ જાણિતી થઈ રહી છે. આ ટેકનિકને અમેરિકા (America) માં સુપર બ્રેઈન યોગા તરીકે ઓળખાવાઈ રહી છે. અમેરિકાના ડોક્ટરો માને છે કે કાનની બૂટ ખેચીને કરવામાં આવતી ઉઠક બેઠકને કારણે મગજની કસરત થાય છે અને તેના કારણે લોકોની યાદશક્તિ વધુ તેજ બને છે.

ઉલ્લેખની છે કે વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વના લોકો યોગના માધ્યમથી શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સાથે આદ્યાત્મિક ચેતના અંગે જાગૃતિ ફેલાવે છે. આંતરાષ્ટ્રીય યોગ દિવસે યોગ વિશેની ચર્ચા, શિબિર, યોગ સ્પર્ધા, સામૂહિક યોગાભ્યાસ વગેરેનું આયોજન કરાય છે.

ભારતમાં પણ પીએમ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય છે

આ ઉપરાંત ભારતમાં પણ પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં અનેક સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમજ યોગના ફાયદા જણાવવા માટે યોગ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ પણ યોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે. તેમજ નિ:શુલ્ક યોગ અભ્યાસનું પણ આયોજન કરે છે. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનું પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે.

ઉઠક બેઠક વિશે અમેરિકાના ડોક્ટરો શું કહે છે? જુઓ નીચેના વીડિયોમાં

 

 

Published On - 7:57 pm, Mon, 20 June 22

Next Article