રશિયાની રાજધાની મોસ્કોમાં 48 કલાકમાં મોટો હુમલો થવા જઈ રહ્યો છે. રશિયામાં અમેરિકન દૂતાવાસે મોસ્કો પર હુમલાને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે. અમેરિકન રાજદૂતને બોલાવ્યાના થોડા જ કલાકોમાં અમેરિકન દૂતાવાસનું આ એલર્ટ આવ્યું છે.
રશિયામાં 15-17 માર્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને અમેરિકાએ એક અઠવાડિયા પહેલા મોસ્કો પર થયેલા હુમલાને લઈને આ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકા અને પશ્ચિમી દેશો પર મોટા સાયબર હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે.
રશિયાની રાજધાની મોસ્કો પર હુમલાને લઈને અમેરિકન દૂતાવાસની આ ચેતવણી અમેરિકન રાજદૂતને બોલાવ્યાના થોડા કલાકો બાદ આવી છે. રશિયાના વિદેશ મંત્રાલયે મોસ્કો સ્થિત અમેરિકી રાજદૂત લીન ટ્રેસીને બોલાવીને ત્રણ અમેરિકન સંસ્થાઓનું કામ રોકવા માટે કહ્યું હતું.
આ ત્રણ અમેરિકન સંગઠનો પર રશિયાના આંતરિક મામલામાં વિક્ષેપ ઉભો કરવાનો આરોપ છે. રશિયાએ અમેરિકન રાજદ્વારીઓને બરતરફ કરવાની ધમકી પણ આપી હતી.
રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકા અને પશ્ચિમી દેશો પર રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોટા સાયબર હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાના જણાવ્યા અનુસાર, પશ્ચિમી દેશોના હેકર્સ ચૂંટણી સંબંધિત સંસ્થાઓ અને સરકારી વિભાગોને સતત નિશાન બનાવી રહ્યા છે જેથી ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે ન થઈ શકે.
રાષ્ટ્રપતિ પુતિન ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી નિકોલાઈ ખારીતોનોવ, લિબરલ ડેમોક્રેટ્સ તરફથી લિયોનીદ સ્લુત્સ્કી અને ન્યૂ પીપલ્સ પાર્ટી તરફથી વ્લાદિસ્લાવ ડ્વાંકોવ રશિયામાં યોજાઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર છે. તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ તેના ત્રીજા વર્ષમાં છે અને આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે.
આ પણ વાંચો: રશિયા-યુક્રેનના શરણાર્થીઓએ બે અઠવાડિયામાં છોડવો પડશે દેશ, આ દેશે આપ્યો આદેશ
Published On - 3:09 pm, Fri, 8 March 24