ભારતના સંરક્ષણ હથિયાર જોઈ ગભરાયુ પાકિસ્તાન, વિશ્વના દેશો પાસે માગી રહ્યું છે મદદ.

|

Apr 11, 2019 | 3:11 PM

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલી સંરક્ષણ ડીલ થી પાકિસ્તાનમાં ડરનો માહોલ છવાયેલો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીનું કહેવું છે કે, જો ભારતને ઘાતક હથિયારની ખરીદી કરતા રોકવામાં નહી આવે તો, તે દુનિયા માટે ખતરો બની જશે. આ સંદર્ભે પાકિસ્તાને દુનિયાભરના દેશોને હસ્તક્ષેપ કરવા મદદ માંગી છે. કુરૈશીનું કહેવુ છે કે, રશિયાથી ખરીદી કરવામાં […]

ભારતના સંરક્ષણ હથિયાર જોઈ ગભરાયુ પાકિસ્તાન, વિશ્વના દેશો પાસે માગી રહ્યું છે મદદ.

Follow us on

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલી સંરક્ષણ ડીલ થી પાકિસ્તાનમાં ડરનો માહોલ છવાયેલો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીનું કહેવું છે કે, જો ભારતને ઘાતક હથિયારની ખરીદી કરતા રોકવામાં નહી આવે તો, તે દુનિયા માટે ખતરો બની જશે.

આ સંદર્ભે પાકિસ્તાને દુનિયાભરના દેશોને હસ્તક્ષેપ કરવા મદદ માંગી છે. કુરૈશીનું કહેવુ છે કે, રશિયાથી ખરીદી કરવામાં આવેલી S-400 હથિયાર દુનિયા માટે જોખમ છે. ભારતે ગયા વર્ષોમાં રશિયા પાસેથી 5.43 અરબ ડોલરની ડીલ કરી S-400ની ખરીદી કરી હતી. આ ડીલ થયા બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. 2020 સુધીમાં ભારતને S-400 હથિયાર મળી જશે. S-400 લાંબી રેન્જની ઍર ડિફેન્સ સિસ્ટમ છે. જે દુશ્મનના કોઈ પણ લડાકૂ વિમાન અને મિસાઈલને તોડી પાડવા માટે સક્ષમ છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ભારતે રશિયા સાથે અન્ય એક સંરક્ષણ ડીલ કરી પરમાણુ ક્ષમતા ધરાવતી સબમરીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ સબરમિન ભારને 3 અરબ ડોલર એટલે કે અંદાજીત 20 હજાર કરોડ રૂપિયામાં રશિયા પાસેથી મળશે.

36 રાફેલ લડાકૂ વિમાન જે ભારત ફ્રાન્સ પાસેથી ખરીદી રહ્યું છે. અંદાજે 59 હજાર કરોડની આ ડીલ બે દેશો વચ્ચે થઈ છે. રાફેલની ઝડપ 2,130 કિલોમીટર પ્રતિ કલાક અને 3700 કિમી સુધી મારક ક્ષમતા ધરાવે છે.

TV9 Gujarati

ભારત જે રીતે હથિયારોની ખરીદી કરી રહ્યું છે. તે જોઈએ પાડોસી દેશને એવુ લાગી રહ્યું છે કે, તે ભારત સામે ઘણુ નબળુ છે. માટે પાકિસ્તાન વિશ્વના અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article