અફઘાનિસ્તાન- તાલિબાનની લડાઈમાં હવે અમેરિકાની એન્ટ્રી, પેન્ટાગોનમાં શરૂ થઈ બેઠક, US એરફોર્સ મોટા પગલા લેવા તરફ

|

Aug 16, 2021 | 4:27 PM

તાલિબાને રાષ્ટ્રપતિભવનમાં પણ એન્ટ્રી કરી લીધી છે. આ વચ્ચે આ લડાઈમાં અમેરિકાએ એન્ટ્રી કરી છે. આ સાથે જ જણાવ્યું છે કે, તાલિબાનને એની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.

અફઘાનિસ્તાન- તાલિબાનની લડાઈમાં હવે અમેરિકાની એન્ટ્રી, પેન્ટાગોનમાં શરૂ થઈ બેઠક, US એરફોર્સ મોટા પગલા લેવા તરફ
Afghanistan - US entry into Taliban fight now, meeting at Pentagon begins, US Air Force to take big steps

Follow us on

તાલિબાને આખરે અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો છે. તાલિબાને રાષ્ટ્રપતિભવનમાં પણ એન્ટ્રી કરી લીધી છે. આ વચ્ચે આ લડાઈમાં અમેરિકાએ એન્ટ્રી કરી છે. આ સાથે જ જણાવ્યું છે કે, તાલિબાનને એની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. અફઘાન સરકારના સંઘર્ષ છતાં તાલિબાનોએ દેશની રાજધાની કાબુલમાં પ્રવેશ કર્યો છે અને હવે શાંતિ જલ્દીથી સત્તા તેમને સોંપવામાં આવશે.

અમેરિકી સૈનિકો પાછા ખેંચવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને તાલિબાનોએ તેને વિજય ગણીને ટૂંકા સમયમાં દેશ પર કબજો કરી લીધો. પહેલા તેણે ગ્રામીણ અને ડુંગરાળ વિસ્તારોને નિયંત્રિત કર્યા, પછી એક પછી એક તેણે પ્રાંતીય રાજધાનીઓને પોતાના હાથમાં લીધી અને આજે તે દેશની રાજધાની સુધી પહોંચી ગયો. કાબુલ એકમાત્ર મુખ્ય શહેર હતું જે સરકાર દ્વારા નિયંત્રિત હતું.

અમેરિકા અને બાકીના વિશ્વએ પોતાના નાગરિકોને કાબુલમાંથી બહાર કાવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. અમેરિકાએ 1,000 વધારાના સૈનિકો (Afghanistan Taliban Surrender) ની તૈનાતીને મંજૂરી આપી. યુએસ એમ્બેસીમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો. તાલિબાનના પ્રવેશના સમાચાર પ્રકાશમાં આવતા જ યુએસ રાજદ્વારીઓએ સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી દીધા.તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની તાજિકિસ્તાન જતા રહ્યા છે. આ માહિતી ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ અફઘાનિસ્તાન છોડી ગયા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અમેરિકાએ જોકે રાહ જોયા બાદ હવે વોરમાં એન્ટ્રી કરી લેવાનું નક્કી કર્યું છે. પેન્ટાગોનમાં હાલની અફઘાન સ્થિતિને લઈને સતત બેઠકોનો દોર ચાલી રહ્યો ચે અને US AIRFORCE તાલિબાનો પર મોટા પગલા પણ લઈ શકે છે. જણાવવું રહ્યું કે તાલિબાન લડવૈયાઓ રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની હદમાં પ્રવેશ્યા. દેશ પર ઉગ્રવાદીઓની કડક પકડ વચ્ચે ગભરાયેલા સરકારી કર્મચારીઓ કચેરીઓમાંથી ભાગી ગયા હતા.

દરમિયાન, અમેરિકી દૂતાવાસ ખાતે હેલિકોપ્ટર આવી ગયા છે. તાલિબાન લડવૈયાઓ કાલકન, કારાબાગ અને પાઘમાન જિલ્લામાં હાજર છે.ઉગ્રવાદીઓએ અગાઉ જલાલાબાદ પર કબજો કર્યો હતો. કાબુલમાં ફાયરિંગના તૂટક તૂટક અવાજ વચ્ચે તાલિબાનોએ કાબુલને “બળપૂર્વક” નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને જોતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ એસ.એસ. દેસવાલે કહ્યું કે પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. DG BSF એ જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે તાલિબાન દ્વારા કાબુલ કબજે કર્યા બાદ ભારતની સરહદો પર શું અસર થશે તે જોવામાં આવશે. અમે કોઈપણ સંભવિત પરિણામ માટે તૈયાર છીએ. પડોશી દેશમાં શું થઈ રહ્યું છે તે તેમની આંતરિક બાબત છે પરંતુ અમે દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.

Published On - 9:17 pm, Sun, 15 August 21

Next Article