પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ એક જ દિવસમા રૂ. 30 વધીને 179 થયો, શાહબાઝ સરકારને ટોણો મારી ઈમરાને ભારતના કર્યા વખાણ

|

May 27, 2022 | 7:55 AM

Pakistan: પાકિસ્તાનમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેની પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran khan)નિંદા કરી છે. આ સાથે જ તેમણે રશિયા (Russia)પાસેથી સસ્તું તેલ ખરીદવા બદલ ભારતની પ્રશંસા કરી હતી.

પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ એક જ દિવસમા રૂ. 30 વધીને 179 થયો, શાહબાઝ સરકારને ટોણો મારી ઈમરાને ભારતના કર્યા વખાણ
Imran Khan praises India for taking cheap oil from Russia

Follow us on

પાકિસ્તાનમાં સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની (Petrol diesel Price hike ) કિંમતોમાં 30 રૂપિયા પ્રતિ લિટરનો વધારો ઝીંકવાનો નિર્ણય લીધો હતો અને આ ભાવ વધારો મધરાતથી અમલી બન્યો છે. પાકિસ્તાનમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેની પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran khan) આકરી નિંદા કરી છે. આ સાથે જ તેમણે રશિયા (Russia) પાસેથી સસ્તું તેલ ખરીદવા બદલ ભારતની પ્રશંસા કરી હતી.આ ભાવ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ 179.85 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 174.15 રૂપિયા પ્રતિ લીટર અને કેરોસીન 155.95 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.

નાણામંત્રીએ  પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત

નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવી કિંમતો મધરાતથી અમલમાં આવશે.તેમણે એમ પણ  કહ્યું  હતં કે સરકાર પાસે ઇંધણની કિંમત વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે નવી કિંમતો હોવા છતાં, અમે ડીઝલ પર પ્રતિ લિટર 56 રૂપિયાના દરે નુકસાનનો સામનો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે શાહબાઝ શરીફ સરકાર રાજનીતિ પર આ નિર્ણયની અસરથી વાકેફ છે. “અમે ટીકાનો સામનો કરીશું પરંતુ દેશ અને તેના હિત અમારા માટે વધુ મહત્વપૂર્ણ છે અને તેને બચાવવું અમારા માટે મહત્વપૂર્ણ છે,” તેમણે કહ્યું. ભાવ વધારાના એક દિવસ અગાઉ કતારમાં પાકિસ્તાન સરકાર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વચ્ચે આર્થિક મદદ અંગેની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

આ બધી ઘટનાઓ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફરી એકવાર વર્તમાન સરકારની નિંદા કરી છે. ભારતનું નામ લઈને તેણે શાહબાઝ શરીફ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઈમરાન ખાને કહ્યું કે, ‘આ સંવેદનહીન સરકારે’ રશિયા સાથે 30 ટકા ક્રૂડ ઓઈલ માટે જે કરાર કર્યો હતો તેને આગળ વધાર્યો નથી. આ ડીલ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ પછી તેમણે ભારતના વખાણ કર્યા અને કહ્યું કે અમેરિકાના વ્યૂહાત્મક સાથી ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને પ્રતિ લિટર 25 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા પ્રમાણે)નો ઘટાડો કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઈમરાન ખાને કર્યાં ભારતના વખાણ

ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું, ‘દેશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 ટકા/30 ટકાના વધારા સાથે જ વિદેશી આકાઓની સામે આયાતિત સરકારની આધીનતા માટેની કિંમત ચૂકવવાનું શરૂ કરી દીધું છે. ઇતિહાસમાં આ સૌથી વધુ કિંમત છે. આ સંવેદનહીન સરકારે 30 ટકા સસ્તા તેલ માટે રશિયા સાથેની અમારી ડીલ આગળ વધારી નથી. તેનાથી વિપરિત, અમેરિકાના વ્યૂહાત્મક ભાગીદાર એવા ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઈંધણના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25નો ઘટાડો કર્યો છે. આપણા દેશે હવે આ મોંઘવારીની ભારે કિંમત ચૂકવવી પડશે.

Next Article