AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનનું એ કૌભાંડ જેના લીધે 900થી વધુ બાળકો થઈ ગયા હતા HIVથી સંક્રમિત

2019માં પાકિસ્તાનના રાટોડેરો ગામમાંથી અચાનક જ 900 જેટલા બાળકો HIV સંક્રમિત મળી આવતા ચકચાર મચી ગયો હતો.

પાકિસ્તાનનું એ કૌભાંડ જેના લીધે 900થી વધુ બાળકો થઈ ગયા હતા HIVથી સંક્રમિત
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 14, 2021 | 11:19 PM
Share

પાકિસ્તાનના (Pakistan) સિંધ પ્રાંતમાં એચઆઈવી (HIV) ગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી કોઈ પણ જાતની સહાય નથી મળી રહી. રાટોડેરો (Ratodero) નામના આ ગામમાં નાના-નાના બાળકો પણ એચઆઈવી સંક્રમિત છે. સરકારે અહીં સૌથી મોટા આરોગ્ય કેન્દ્રની સ્થાપના તો કરી દીધી. પરંતુ લોકો જરૂરી દવાઓથી હજી પણ વંચિત છે. ગામના લોકો અને પીડિત બાળકોના માતા-પિતા માંગ કરી રહ્યા છે કે બિમારીના કારણે જે પણ ખર્ચો આવી રહ્યો છે તેના માટે સરકાર તેમને કોઈ મદદ કરે. પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી.

એ ડૉક્ટર જેણે માસૂમ બાળકોની જિંદગી તબાહ કરી

2019માં પાકિસ્તાનના રાટોડેરો ગામમાંથી અચાનક જ 900 જેટલા બાળકો HIV સંક્રમિત મળી આવતા ચકચાર મચી ગી હતી (Mass HIV outbreak in Pakistan). લોકોના હોંશ તો ત્યારે ઉડી ગયા જ્યારે આની પાછળનું એક કૌભાંડ સામે આવ્યુ. તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે બાળ રોગના ડૉક્ટરે બાળકોને ઈન્જેક્શન આપવા માટે વારંવાર એક જ સોયનો પ્રયોગ કર્યો હતો. જેના લીધે સેંકડો બાળકો એચઆઈવી સંક્રમિત થઈ ગયા હતા.

અસરગ્રસ્ત પરિવારોનું કહેવું હતું કે જ્યારે આ ડૉક્ટરને એક સોયથી ઈન્જેક્શન આપવા વિશે પુછવામાં આવતુ તો તે જણાવતા કે તમે લોકો સોયનો ખર્ચ નહીં ઉઠાવી શકો. મારી પાસે ઈલાજ કરાવવો હોય તો કરાવો અથવા તો અહીંથી જતા રહો.

એક આંતરરાષ્ટ્રીય અખબાર પ્રમાણે આ ગામમાં દર 200 વ્યક્તિએ એક એચઆઈવી ગ્રસ્ત છે. 1200 જેટલા કેસમાંથી 900 તો ફક્ત બાળકો જ છે અને આ બાળકોની ઉંમર મોટેભાગે 12 વર્ષથી ઓછી છે. આ સ્થિતી માટે જવાબદાર ડૉક્ટર પર તો કાર્યવાહી કરવામાં આવી. પરંતુ તેમના કારણે જે સેંકડો માસૂમ બાળકોની જિંદગી તબાહ થઈ તેનું શું?

આ ઘટના બાદ પાકિસ્તાન સરકારે તાત્કાલિક ધોરણે ગામમાં સૌથી મોટું આરોગ્ય કેન્દ્ર બનાવ્યું. શરૂઆતમાં તો અહીં સારવાર કરવામાં આવી. પરંતુ હવે ત્યાંના લોકોને દવાઓ માટે વલખાં મારવા પડી રહ્યા છે. બિમારીને કારણે અન્ય જે પણ ખર્ચ થાય છે, તે ગામના લોકો ઉઠાવી શકે તેમ નથી. પીડિત પરિવારનું કહેવું છે કે તેમને સરકાર મલ્ટીવિટામીન્સની ગોળીઓ પણ નથી આપતી.

આ પણ વાંચો – Viral Video: કાદવમાં સ્પા લઈ રહેલા આ હાથીને જોઈને તમને પણ મોજ પડી જશે

આ પણ વાંચો – Vadodara : કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામે મેળવી 100 ટકા રસીકરણની સિદ્ધિ, સેવા સંસ્થાના યુવાનોની મહેનત રંગ લાવી

g clip-path="url(#clip0_868_265)">