Black Alienનો નવો લુક, ચહેરા પર કર્યો એવો અખતરો કે ફરી વાયરલ થયા બ્લેક એલિયનના ફોટોઝ

|

Aug 11, 2022 | 7:50 PM

Black Alien: થોડા સમય પહેલા પોતાના આખા શરીર પર ટેટૂ પડાવી બ્લેક એલિયન તરીકે જાણીતો થયેલો યુવક ફરી ચર્ચામાં આવ્યો. તેના નવા લુકના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Black Alienનો નવો લુક, ચહેરા પર કર્યો એવો અખતરો કે ફરી વાયરલ થયા બ્લેક એલિયનના ફોટોઝ
Black Alien
Image Credit source: tv9 gfx

Follow us on

આ દુનિયામાં કરોડો લોકો જન્મે છે, જીવન જીવે છે અને છેલ્લે મૃત્યુ પામે છે. તે દરેક એકબીજાથી ભિન્ન હોય છે. રંગ, રુપ, ભાષા, કામથી આ દુનિયાના લોકો એકબીજાથી અલગ ઓળખાય આવે છે. તે દરેકના પોતાના વિચારો હોય છે. તે દરેકના પોતાના શોખ હોય છે. તેથી તો ઘણીવાર વિચારોના મતભેદને કારણે દેશ અને દુનિયામાં વિવાદો, નિવેદનબાજી અને લડાઈ-ઝગડા પણ થતા હોય છે. આપણે દરેકના શોખ અને વિચારોનું સન્માન કરવુ જોઈએ પણ કેટલાક લોકોના વિચારો અને શોખ એટલા વિચિત્ર હોય છે કે લોકો વિચારવા મજબૂર થઈ જાય છે કે આવા કેવા શોખ ભાઈ! થોડા સમય પહેલા બ્લેક એલિયન તરીકે ઓળખાતા એક ફાન્સનો (France) યુવક ભારે ચર્ચામાં હતો. તેણે આખા શરીર પર ટેટૂ બનાવી પોતે ડરામણો બનાવ્યો હતો. એજ બ્લેક એલિયન (Black Alien) હાલ તેના નવા લૂકને કારણે ફરી ચર્ચામાં છે. તેના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

આ વ્યક્તિનું નામ Anthony Loffredo છે. તેણે પોતાના આખા શરીર પર ટેટૂ બનાવ્યા હતા. તેની આંખો પર પણ ટેટૂ છે. ટેટૂને કારણે તેનું આખુ શરીર કાળુ દેખાય છે. જેને કારણે લોકો તેને બ્લેક એલિયન કહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે શરીરના કેટલાક ભાગ કપાવ્યા પણ છે. જેમકે બન્ને કાન અને નાકનો કેટલોક ભાગ અને તેના કારણે લોકો તેનાથી દૂર રહેતા. તે પોતે પણ વડીલો અને બાળકોથી દૂર રહેતો, જેથી તે લોકો ડરી ન જાય. તેના કારણે તેને નોકરી અને છોકરી બન્ને ન મળતી હતી પણ હાલમાં તેણે જે હરકત કરી છે તેને કારણે તે ફરી ચર્ચામાં છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોઝ અને વીડિયો

 

 

એક રિપોર્ટ અનુસાર તેણે પોતાના ચહેરાની બાજુ પર એટલે કે પોતાના માથા પરથી ચામડી કોટરીને એલિયન લખાવ્યુ છે. કાન અને નાકનો ભાગ કપાવ્યા બાદ તેણે ફરી આવી વિચિત્ર હરકત કરીને લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. તેણે તેના વીડિયો અને ફોટોઝ તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેયર કર્યા છે અને કેપ્શનમાં લખ્યુ છે કે બ્લેક એલિયન પ્રોજેક્ટ ઈવોલ્યૂશન 45 ટકા. જણાવી દઈએ કે એનથોની લોફ્રોડોના ઈન્સ્ટાગ્રામ પર 1.3 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.

Next Article