બ્રિટને આપી વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી, જાણો એક ડોઝની શું છે કિંમત

|

Mar 09, 2021 | 12:48 PM

Genetic spinal muscular atrophy (એસએમએ) નામના રોગથી પીડિત દર્દીઓ માટેની દવાને બ્રિટને મંજુરી આપી છે. જાણો એની કિંમત અને રોગ વિષે.

બ્રિટને આપી વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી, જાણો એક ડોઝની શું છે કિંમત
વિશ્વની સૌથી મોંઘી દવા

Follow us on

બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) એ દુર્લભ આનુવંશિક રોગના ઇલાજ માટે વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી છે. આના એક ડોઝની કિંમત એટલી છે કે જાણીને જ આશ્ચર્યચકિત થઇ જવાય. જી હા આ દવાના માત્ર એક ડોઝની કિંમત છે 18 કરોડ રૂપિયા. એનએચએસ ઇંગ્લેન્ડે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નોવાર્ટિસ જીન થેરાપી દ્વારા ઉત્પાદને મંજૂરી આપવામાં આવી છે.

આ દવાની એક માત્રાની કિંમત 18 કરોડ રૂપિયા (£ 1.79 મિલિયન પાઉન્ડ) છે. જણાવી દઈએ કે Genetic spinal muscular atrophy (એસએમએ) નામના રોગથી પીડિત દર્દીઓને આ દવાની જરૂર પડે છે. તેની સારવાર વિશ્વમાં સૌથી મોંઘી માનવામાં આવે છે. આ રોગમાં વિશ્વનું સૌથી મોંઘું ઈંજેક્શન દર્દીઓને આપવામાં આવે છે. એસએમએ એક ખૂબ જ દુર્લભ રોગ છે અને શરીરમાં એસએમએન -1 ની ઉણપ દ્વારા આ દુર્લભ રોગ થાય છે. આ રોગથી પીડાતા દર્દીઓની છાતીની માંસપેશીઓ નબળાઇ થવા લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

બ્રિટનમાં સૌથી વધુ કેસ

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

યુકેમાં સૌથી વધુ એસએમએ કેસ આવે છે. મોટાભાગના બાળકો આ રોગથી પીડાય છે, જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીઓને પાછળથી બહુ મુશ્કેલીઓ પડે છે અને આના કારણે મૃત્યુ પામે છે. મીડિયા અહેવાલો અનુસાર યુકેમાં આ રોગના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, દર વર્ષે આશરે 60 બાળકો એસએમએ રોગ આવે છે.

Next Article