WHOના વડાએ, વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, કહ્યુ તમારા કારણે જ 60 દેશમાં કોરોના રસીકરણ

|

Feb 26, 2021 | 8:19 AM

WHO ના વડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, આજે વિશ્વના 60 દેશમાં કોરોના રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે નરેન્દ્ર મોદીના લીધે છે. વિશ્વના અન્ય દેશોએ તમારામાંથી અનુકરણ કરવુ જોઈએ.

WHOના વડાએ, વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, કહ્યુ તમારા કારણે જ 60 દેશમાં કોરોના રસીકરણ

Follow us on

વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO )ના પ્રમુખ પ્રટેડ્રોસ એડેનમ ગ્રેબ્રેયેસે કોવીડ19 રસીકરણ અભિયાન બાબતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીના વખાણ કર્યા હતા.સાથોસાથ કહ્યું કે, આજે વિશ્વના 60 દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેના માટે નરેન્દ્ર મોદીની સારી કામગીરી છે. મોદીની કામગીરીનું બીજા દેશના વડાએ અનુકરણ કરવું જોઈએ.નરેન્દ્ર મોદીની પ્રતિબધ્ધતાના કારણે જ, આજે વિશ્વના 60 દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે.

ભારતે, કોરોના વાયરસ સામેની લડાઈમાં એકતા દર્શાવતા વિશ્વના અનેક દેશમાં રાહત સ્વરૂપે અને વ્યાપારીક ધોરણે 361.91 લાખ કોરોના વેકસિનના ડોઝ આપ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવકત્તા અનુરાગ શ્રીવાસ્તવના જણાવ્યાનુસાર વિશ્વના અનેક દેશને 67.5 લાખ કોરોના વેક્સિનના ડોઝ સહાય સ્વરૂપે આપવામાં આવ્યા છે. જ્યારે 294.44 લાખ કોરોના વેક્સિન ડોઝ વ્યાપારીક ધોરણે અપાયા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ભારતમાં હાલ બે પ્રકારની રસી છે, જેને ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની પરવાનગી અપાઈ છે. ભારત સરકારે વેક્સિનને મંજૂરી આપ્યા બાદ કોરોના રસીકરણ અભિયાન શરુ થયુ હતું. કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનને આપેલી મંજૂરી પૈકી કોવેક્સિન સંપૂર્ણ ભારતીય છે. જેને ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR)એ વિકસાવી હતી.

Next Article