અબુ ધાબીમાં બની રહયું છે પ્રથમ હિંદુ મંદિર, જાણો ક્યારે થશે તૈયાર ?
અબુ ધાબીમાં (Abu Dhabi) 'અલ વાક્બા' નામની જગ્યા પર આ મંદિરનુ નિર્માણ કામ ચાલી રહ્યુ છે, લગભગ 20,000 વર્ગ મીટરની જગ્યામાં મંદિર (temple) તૈયાર કરવામાં આવી રહ્યુ છે
યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE)ની રાજધાની અબુ ધાબીમાં (Abu Dhabi) પ્રથમ હિંદુ મંદિર બનવા જઇ રહ્યું છે. આ મંદિરના પથ્થરો પર હિંદુ મહાકાવ્યો, શાસ્ત્રો અને પ્રાચીન કથાઓના દ્રશ્યોને કોતરવામાં આવશે જેનાથી મંદિરની સુંદરતામાં વધારો થશે. આ મંદિરમાં પારંપારિક પથ્થરો અને નક્શીકામ કરેલા પથ્થરોથી સ્તંભ બનાવવામાં આવી રહ્યા છે.
અબુ ધાબીમાં ‘અલ વાક્બા’ નામની જગ્યા પર આ મંદિરનુ નિર્માણ કામ ચાલી રહ્યુ છે, લગભગ 20,000 વર્ગ મીટરની જગ્યામાં મંદિર તૈયાર કરવામાં આવી રહ્યુ છે, હાઇવેથી નજીક આવેલુ ‘અલ વાક્બા’ અબૂ ધાબીથી 30 મિનીટ જ દૂર છે, અબૂ ધાબીમાં બની રહેલુ આ મંદિર UAE માં રહેતા 33 લાખ જેટલા ભારતીય લોકોનું આસ્થાનુ કેન્દ્ર બની જશે, આ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ ગતિમાં છે, આ મંદિર 45 કરોડ દિરહામ (લગભગ 900 કરોડ) ના ખર્ચે તૈયાર થશે, મંદિરનું નિર્માણ કામ પૂર્ણ થવાને લઇને લગભગ હજી 2 વર્ષ જેટલા સમયનો અંદાજો છે એટલે કે 2023 સુધીમાં મંદિર તૈયાર થઇ જશે, 2000 થી વધુ જેટલી કલાકૃતિઓને આ મંદિરમાં લગાવવામાં આવશે.
મંદિરના નિર્માણમાં 3000 થી વધુ મજુરો અને શિલ્પકારો કામ કરી રહ્યા છે, મંદિરમાં લગભગ 5,000 ટન જેટલા ઇટાલિયન માર્બલનો ઉપયોગ થશે , મંદિરના બહારના ભાગમાં 12 હજાર 250 ટન જેટલા ગુલાબી પથ્થરોનો ઇપયોગ કરવામાં આવશે. આ પથ્થરો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ગરમ નથી થતા જેથી મંદિરની અંદરનું વાતાવરણ ઠંડુ રહેશે.
આ મંદિર બનાવવાની યોજનાને 2015 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અબુધાબીના પ્રવાસ દમિયાન મંજૂરી મળી હતી, આ મંદિરનુ નિર્માણ BAPS સંસ્થા દ્વારા કરાવવામાં આવી રહ્યુ છે