અબુધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ, વડાપ્રધાન મોદીએ મોકલ્યો આ સંદેશ

|

Apr 21, 2019 | 6:30 AM

UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ સમારોહમાં હજારો હિન્દૂઓ હાજર રહ્યાં હતા. મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(BAPS) કરી રહી છે. સંસ્થાના આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી મહારાજે મુખ્ય પૂજા સ્થળ પર પવિત્ર ઈટ મુકી અને 4 કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ અવસર પર UAEમાં ભારતીય રાજદૂત નવદીપ પૂરીએ વડાપ્રધાન […]

અબુધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ, વડાપ્રધાન મોદીએ મોકલ્યો આ સંદેશ

Follow us on

UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ સમારોહમાં હજારો હિન્દૂઓ હાજર રહ્યાં હતા. મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(BAPS) કરી રહી છે.

સંસ્થાના આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી મહારાજે મુખ્ય પૂજા સ્થળ પર પવિત્ર ઈટ મુકી અને 4 કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ અવસર પર UAEમાં ભારતીય રાજદૂત નવદીપ પૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્રને વાંચ્યો હતો. જેમાં આ પહેલ માટે UAEને અભિનંદન આપ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

TV9 Gujarati

 

પૂરીએ વડા પ્રધાનના સંદર્ભમાં જણાવ્યું હતું કે, 130 કરોડ ભારતીયો તરફથી મારા મિત્ર અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાનને શુભકામનાઓ આપવી મારૂ સૌભાગ્ય છે. જ્યારે આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે, ત્યારે તે સાર્વત્રિક માનવ અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રતીક હશે. આ મંદિર ‘वसुधैव कुटुंबकम’ ના વૈદિક મુલ્યોનું પ્રતીક છે.

વડાપ્રધાને આગળ લખ્યું કે આ મંદિર UAEમાં વસેલા 33 લાખ ભારતીય અને અન્ય સંસ્કૃતિના લોકો માટે પ્રેરણાસ્ત્રોત હશે. ઉલ્લેખનીય છે કે અબુધાબી સરકારે આ મંદિરના નિર્માણની મંજૂરી 2015માં વડાપ્રધાન મોદીની પ્રથમ UAEની મુસાફરી દરમિયાન આપી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:32 am, Sun, 21 April 19

Next Article