DGCAએ વિદેશી યાત્રીઓ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ વધાર્યો

|

Feb 26, 2021 | 7:29 PM

નાગરિક ઉડ્ડયનના મહાનિદેશક DGCAએ કોવિડ -19ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ વધારી દીધો છે.

DGCAએ વિદેશી યાત્રીઓ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ વધાર્યો

Follow us on

નાગરિક ઉડ્ડયનના મહાનિદેશક DGCAએ કોવિડ -19ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ વધારી દીધો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ 31 માર્ચ, 2021 સુધી પ્રતિબંધ રહેશે અને નાગરિક ઉડ્ડયન નિયામક મંત્રાલયે મંજૂરી આપી છે તેવી ફલાઈટો પર કોઈ પ્રતિબંધ નહીં લાગુ કરવામાં આવે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ડીજીસીએના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સક્ષમ અધિકારી દ્વારા પસંદગીના રૂટ્સ પર કેસ-ટુ-કેસ આધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. હાલમાં ભારતે કેટલાક દેશો સાથે એર બબલ કરાર કર્યા છે. તે બંને દેશોના નાગરિકોને કોઈપણ દિશામાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે. કોવિડ -19ના ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી બંધને કારણે ગત વર્ષે 25 માર્ચે પેસેન્જર એર સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ પછી 25મેથી ઘરેલું ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી.

 

 

DGCAએ જણાવ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો કોર્પોરેશન અને વિશેષ મંજુરી આપેલી ફ્લાઈટ્સ પર લાગુ થશે નહીં. ભારતે 18 દેશો સાથે એર બબલ કરાર કર્યા છે. આ હેઠળ દરેક દેશની એરલાઈન્સને દર અઠવાડિયે ભારતની નિશ્ચિત સંખ્યાની ફ્લાઈટ્સ ચલાવવાની છૂટ છે. એ જ રીતે ભારતીય એરપોર્ટને આ 18 દેશોના શહેરોમાં ઉડાન ભરવા માટે સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત વંદે ભારત મિશન હેઠળ દેશવાસીઓને પરત લાવવાનો કાર્યક્રમ પણ સતત ચાલુ છે.

 

આ પણ વાંચો: જ્હોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી અભિનીત ‘મુંબઈ સાગા’નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ આવતા મહિને થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં

Next Article