Afghanistan: 10 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો આ અફઘાન નાગરીક, 2 મહિના પહેલા જોડાયો તાલિબાનમાં

|

Aug 21, 2021 | 5:02 PM

નૂર મહોમ્મદનું સાચુ નામ અબ્દુલ હક છે અને તેનો ભાઇ તાલિબાન સાથે કામ કરતો હતો. ગત વર્ષે નૂરે એક ધારદાર હથિયાર સાથે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

Afghanistan: 10 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો આ અફઘાન નાગરીક, 2 મહિના પહેલા જોડાયો તાલિબાનમાં
Afghan national living in Nagpur for 10 years joined Taliban

Follow us on

Afghanistan: ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા જે અફઘાની નાગરીકને આ વર્ષે નાગપુરથી નિર્વાસીત કરવામાં આવ્યો હતો તે વ્યક્તિ હવે તાલિબાનમાં સામેલ થઇ ગયો છે. તેની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે હાથમાં રાયફલ પકડીને ઉભો જોવા મળી રહ્યો છે. આ વિશેની માહિતી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારના રોજ આપી છે. પોલીસે જણાવ્યુ કે કોઇ પણ દસ્તાવેજ વગર ભારતમાં રહેતા અફઘાની નાગરીક નૂર મોહમ્મદને જૂનમાં ફરીથી અફઘાનિસ્તાન મોકલી દેવાયો હતો.

અધિકારીએ જણાવ્યુ કે, નૂર મોહમ્મદ ઉર્ફે અબ્દુલ હક (30) ગત 10 વર્ષથી ગેરકાયદેસર રીતે નાગપુરમાં રહી રહ્યો હતો. તે શહેરના ડિગોરી વિસ્તારમાં એક ભાડેના મકાનમાં રહેતો હતો. પોલીસે ગુપ્ત સુચનાના આધાર પર તેની ગતિવિઘીઓ પર નજર રાખી હતી અને અંતમાં તેને પકડીને 23 જૂનના રોજ અફઘાનિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

હાથમાં બંદૂક સાથેની તસવીર વાયરલ

પોલીસે જણાવ્યુ કે તેમને લાગી રહ્યુ છે કે નૂર મોહમ્મદ અફઘાનિસ્તાન પરત ફર્યા બાદ તાલિબાનમાં સામેલ થઇ ગયો હશે કારણ કે બંદૂક સાથેની તેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જોકે તેમણે જણાવ્યુ છે કે હાલ તે શું કરી રહ્યો છે તેને લઇને તેમની પાસે કોઇ જાણકારી નથી અને એ પણ ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી કે તસવીરમાં દેખાતો આ શખ્સ નૂર મહોમ્મદ જ છે કે કેમ.

આના પહેલા પોલીસે તપાસમાં મેળવ્યુ હતુ કે, 2010 માં તે 6 મહિનાના વિઝીટર વિઝા લઇને નાગપુર આવ્યો હતો. ત્યાર બાદ તેણે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં શરણાર્થી બનવા માટેની અપીલ કરી હતી પરંતુ તેનું આવેદન રિજેક્ટ કરી દેવાયુ હતુ અને ત્યારથી જ તે નાગપુરમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યો હતો.

એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યુ કે નૂર મહોમ્મદનું સાચુ નામ અબ્દુલ હક છે અને તેનો ભાઇ તાલિબાન સાથે કામ કરતો હતો. ગત વર્ષે નૂરે એક ધારદાર હથિયાર સાથે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો –

Rajkot : પ્રદુષણ ફેલાવતી પરાલીનો નિકાલ કરવા કેન્દ્ર સરકાર કરી રહી છે આ પ્રકારની વ્યવસ્થા, કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત

આ પણ વાંચો –

Rakshabandhan 2021: જાણો રક્ષાબંધનનું શુભ મુહૂર્ત, આ વર્ષે બની રહ્યા છે વિશેષ યોગ, જાણો કઈ રીતે કરશો ઉજવણી

Published On - 1:36 pm, Sat, 21 August 21

Next Article