પોતાની જ બ્રેઈન સર્જરીના ખર્ચની રકમ એકત્રિત કરવા લીંબુ પાણી વેચી રહી છે 7 વર્ષની આ બાળકી

|

Mar 05, 2021 | 12:14 PM

બર્મિંગહામમાં એક 7 વર્ષની બાળકીએ લીંબુ પાણી વેચવું પડી રહ્યું છે. આમ કરવાનું કારણ છે પૈસા. જી હા પૈસા એણે મોજશોખ માટે નહીં પરંતુ બ્રેઈન સર્જરી માટે જોઈએ છે.

પોતાની જ બ્રેઈન સર્જરીના ખર્ચની રકમ એકત્રિત કરવા લીંબુ પાણી વેચી રહી છે 7 વર્ષની આ બાળકી
બ્રેઈન સર્જરી માટે વેચી રહી છે લીંબુ પાણી

Follow us on

સાત વર્ષની એક છોકરીએ ગયા ઉનાળામાં તેની માતાની બેકરીમાં લીંબુનું શરબનનું એક સ્ટેન્ડ શરૂ કર્યું હતું. કારણકે તે રમકડા અને પગરખાં ખરીદી શકે. તેની દુકાન ચાલી પણ રહી છે. જો કે હવે આ દુકાન ચલાવવાનું કારણ બદલાઈ ગયું છે. હવે આ બાળકી લીંબુ સરબત વેચી રહી છે કેક કે તેને બ્રેઈન સર્જરી માટે પૈસા ભેગા કરવાના છે. અહેવાલ અનુસાર લિઝાની માતા એલિઝાબેથનું કહેવું છે કે ડોકટરોએ મગજની સર્જરી કરવાનું કહ્યું છે. લિઝા જે હંમેશાં બીજાને મદદ કરવા માટે ઉત્સુક રહે છે, તે તેના ઓપરેશન માટે હવે પૈસા એકઠી કરી રહી છે.

જણાવી દઈએ કે લિઝાનો આ સ્ટોલ બર્મિંગહામના સેવેજ બેકરીના કેશ કાઉન્ટર પાસે ઉભો કરાયો છે. તે લોકોને લીંબુનું પાણી આપે છે. લોકોને તેની બીમારી અને તેની સ્થિતિ વિશે જાણ થતાં જ લોકો મોટી સંખ્યામાં ત્યાં આવી રહ્યા છે. અહેવાલ અનુસાર તેને 5, 10, 20, 50 અને 100 ડોલરના ના બિલ મળ્યા છે.

લિઝાની માતાએ કહ્યું, “લિઝા બે મોટા ઓપરેશન બાદ હોસ્પિટલમાં હતી. તે જ સમયે તેણીએ લિંબુનું શરબન વેચવાનું વિચાર્યું. “એલિઝાબેથે કહ્યું,” મેં આ માટે તેને ના કહી દીધી હતી છે. બીલ ભરવા માટે લિઝાએ કંઈ કરવાની જરૂર નથી. હું એકલી છું. હું જાતે મારા બાળકોની સંભાળ રાખું છું. ” તેમણે કહ્યું કે લિઝાએ થોડા જ દિવસોમાં 12,000 યુએસ ડોલરની કમાણી કરી લીધી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

લિઝાની આ વાત ભાવનાત્મક છે. જો કે કેટલાક લોકો આ વિચારથી દુખી છે કે મગજની સર્જરી માટે બાળકને નાણાં એકત્રિત કરવાની જરૂરિયાત પડી છે. ટીકાકારોનું કહેવું છે કે અમેરિકન આરોગ્ય પ્રણાલી મરી રહી છે. મિત્રો, પરિવાર અને અન્ય લોકો જેમણે લિઝાની વાર્તા સાંભળી છે તેઓ પહેલેથી જ 300,000 ડોલરથી વધુનું દાન કરી ચૂક્યા છે.

એલિઝાબેથે એક ઓનલાઈન ભંડોળ ઉભું કર્યું છે. આ સર્જરી માટે ખુબ મોટો ખર્ચ થવાનો છે. તેની બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લિઝાએ કહ્યું કે તેને તેના સ્ટેન્ડ પર કામ કરવામાં આનંદ થાય છે.

Next Article