કોરોના ગાઈડલાઈનને લઈને થાઈલેન્ડ કડક, માસ્ક ના પહેરવા પર પ્રધાનમંત્રીને ફટકાર્યો દંડ
થાઇલેન્ડની સરકાર દેશમાં કોરોના વાયરસની નવી લહેર સામે લડવા માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે આવા સમયે નિયમોનું પાલન ના કરવા પર દેશના પ્રધાનમંત્રી પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.
થાઇલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન-ઓ-ચા પર સોમવારે માસ્ક ન પહેરવા બદલ 6,000 બાત (14,270 રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્યો હતો. થાઇલેન્ડની સરકાર દેશમાં કોરોના વાયરસની નવી લહેર સામે લડવા માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે આવા સમયે નિયમોનું પાલન ના કરવા પર દેશના પ્રધાનમંત્રી પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.
થાઇલેન્ડમાં થાઇલેન્ડના નાગરિકો સિવાય 1 મેથી ભારતના મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે, કોવિડ -19 ના 2,048 નવા કેસ નોંધાયા હતા અને વધુ આઠ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બેંગકોક પોસ્ટએ અહેવાલ આપ્યો છે કે સોમવારે વેક્સિન પ્રાપ્તિ સલાહકારો સાથેની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ માસ્ક ન પહેર્યું હોવાથી હોવાથી જનરલ પ્રયુતને દંડ કરવામાં આવ્યો હતો.
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારથી માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બેંગકોકના રાજ્યપાલ અસ્વિન ક્વાનમુઆંગે સોમવારે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે તેમણે વડા પ્રધાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સોશિયલ મીડિયા પર વડા પ્રધાનની આલોચના થતાં શહેર અધિકારીઓ કાર્યવાહીમાં ઉતરી ગયા હતા. તેના ફેસબુક પેજ પર તે માસ્ક વિના બેઠકમાં જોવા મળ્યા હતા. જ્યારે બાકીના બધાએ માસ્ક પહેર્યો હતો. આ કારણે લોકોએ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો ભારે વિરોધ નોંધાવ્યો હતો.
અગાઉ પણ નોર્વેની પોલીસે ત્યાના PM ને આપ્યો હતો દંડ
થોડાક સમય પહેલા નોર્વેની પોલીસે COVID-19 ના નિયમો તોડવા બદલ વડાપ્રધાન એર્ના સોલ્બર્ગ પર દંડ ફટકાર્યો હતો. ખરેખર ટે સમય્યે વડાપ્રધાને તેમના જન્મદિવસની ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સામાજિક અંતર રાખવામાં આવ્યું નહતું. પોલીસે પીએમ પર 20,000 નોર્વેજીયન ક્રાઉન ($ 2,352) એટલે કે 1.75 લાખનો દંડ ફટકાર્યો હતો.
આવી ઘટનાઓ પરથી એ વાતની સમાજ તો આવી શકે છે કે વિશ્વમાં કરોનાને લઈને કેટલો ભય અને કેટલા કડક નિયામો બની રહ્યા છે. અને કેટલી કડકાઈથી તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. નિયમો પાલન ના થતા વિશ્વના ઘણા દેશોની પોલીસ વ્યવસ્તા તેમના પ્રધાનમંત્રી સામે પણ કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: શું છે પ્રોનિંગ? જે ઓક્સિજન લેવલને વધારવામાં કરે છે મદદ, જાણો આ આસાન પ્રક્રિયા વિશે