Texas News: અમેરિકાના ટેક્સાસમાં સનસનીખેજ ઘટના, ટ્રકની અંદરથી 42થી વધુ મૃતદેહ મળ્યા, પોલીસ ઘટના સ્થળે પહોંચી

|

Jun 28, 2022 | 8:26 AM

અમેરિકા (USA)ના ટેક્સાસ (Texas)માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ટ્રેક્ટર-ટ્રેલર (ટ્રક)માં 40 થી વધુ લોકોના મૃત હાલતમાં મળી આવ્યા છે.

Texas News: અમેરિકાના ટેક્સાસમાં સનસનીખેજ ઘટના, ટ્રકની અંદરથી 42થી વધુ મૃતદેહ મળ્યા, પોલીસ ઘટના સ્થળે પહોંચી
Sensational incident in Texas, USA, more than 42 bodies were found inside the truck

Follow us on

Texas News: અમેરિકા(USA)ના ટેક્સાસ(Texas)માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ટ્રેક્ટર-ટ્રેલર (Truck)માં 40 થી વધુ લોકોના મૃત હાલતમાં મળી આવ્યા છે. કાયદા અમલીકરણ અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મામલો ટેક્સાસના સાન એન્ટોનિયો(San Antonio) નો છે. અમેરિકાના ટેક્સાસમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ટ્રેક્ટર-ટ્રેલરમાં 40 થી વધુ લોકો મૃત (US Texas Dead Bodies) મળી આવ્યા છે. કાયદા અમલીકરણ અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મામલો ટેક્સાસના સાન એન્ટોનિયોનો છે. સાન એન્ટોનિયોની KSAT ટેલિવિઝન ચેનલે અજાણ્યા સાન એન્ટોનિયો પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ટ્રકની અંદર 42 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. KSATએ અહેવાલ આપ્યો છે કે ટ્રક શહેરના દક્ષિણ બહારના દૂરના વિસ્તારમાં, રેલવે ટ્રેકની બાજુમાં મળી આવી હતી. આ મામલે સેન એન્ટોનિયો પોલીસ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, KSATના રિપોર્ટરે ટ્વિટર પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રકની આસપાસ પોલીસના વાહનો અને એમ્બ્યુલન્સ ઉભા છે. સાન એન્ટોનિયોની વાત કરીએ તો આ જગ્યા મેક્સિકન બોર્ડરથી 160 માઈલ (250 કિમી) દૂર છે. જ્યાં અત્યારે ગરમી પડી રહી છે. સોમવારે અહીં તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

Published On - 8:24 am, Tue, 28 June 22

Next Article